Vastu Upay: ઘરમાં આ રીતે પ્રગટાવશો દીવો તો દિવસ-રાત વધતી રહેશે સુખ-શાંતિ અને સમૃદ્ધિ
Vastu Upay: જ્યોતિષશાસ્ત્રમાં દીવા પ્રગટાવવાના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવામાં મદદ કરે છે. દીવો પ્રગટાવતી વખતે તેની નીચે વિવિધ વસ્તુઓ રાખવાની પણ માન્યતા છે. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
Trending Photos
Vastu Upay: વાસ્તુશાસ્ત્ર અને હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. દીવો પ્રગટાવવાથી ભગવાનના આશીર્વાદ મળે છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરે છે. તેનાથી આપણા ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને નકારાત્મક ઉર્જા દુર થાય છે. જો કે દીવો પ્રગટાવતી વખતે તેની સાચી દિશા પણ મહત્વપૂર્ણ હોય છે. સામાન્ય રીતે ભગવાનની સામે, તુલસીના છોડની નીચે અને ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં દીવા પ્રગટાવવાના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. જે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવામાં મદદ કરે છે. દીવો પ્રગટાવતી વખતે તેની નીચે વિવિધ વસ્તુઓ રાખવાની પણ માન્યતા છે. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે.
ઘી અને તેલનો દીવો
આ પણ વાંચો:
કરોડપતિ બનવું હોય તો દશેરાની રાત્રે કરો લીંબુનો ચમત્કારી ઉપાય, જીવનમાં મળશે દરેક સુખ
ઘીનો દીવો પોતાના ડાબા હાથે અને તેલનો દીવો જમણા હાથે રાખવો જોઈએ. શાસ્ત્રો અનુસાર આમ કરવાથી ઘરમાં શુભતા આવે છે.
ચણાની દાળ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ચણાની દાળ રાખી તેની ઉપર તેલનો દીવો પ્રગટાવવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
અડદની દાળ
જે લોકોને વારંવાર નજર લાગતી હોય તેમણે દીવા નીચે અડદની દાળ રાખવી જોઈએ અને આ દીવો ઘરની પશ્ચિમ દિશામાં કરવો.
ચોખા
ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખા ખૂબ જ પવિત્ર વસ્તુ છે. શાસ્ત્રો અનુસાર દીવો પ્રગટાવતી વખતે તેની નીચે ચોખા રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.
ઘઉં
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘઉંને દીવા નીચે રાખવાથી આર્થિક સમસ્યાઓ દુર થાય છે અને દેવી લક્ષ્મી અને માં અન્નપૂર્ણાના આશીર્વાદ મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે