Basant Panchami 2024: વસંત પંચમી પર આ વિધિ અને મંત્ર જાપથી કરો માં સરસ્વતીની પૂજા, થશે જ્ઞાન પ્રાપ્તિ

Basant Panchami 2024: જો વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો વ્યક્તિને જ્ઞાન અને વાણીની દેવી માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને અભ્યાસ કરતાં બાળકોએ વસંત પંચમીની પૂજા કરવી જોઈએ જેથી તેઓ ગુણવાન અને જ્ઞાની બને.

Basant Panchami 2024: વસંત પંચમી પર આ વિધિ અને મંત્ર જાપથી કરો માં સરસ્વતીની પૂજા, થશે જ્ઞાન પ્રાપ્તિ

Basant Panchami 2024: હિંદુ પંચાંગ અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિના દિવસે વસંત પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સરસ્વતીનું અવતરણ થયું હતું અને ત્યારથી આ દિવસને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરી અને બુધવારના રોજ આવી રહ્યો છે. વસંત પંચમીના દિવસથી વસંતઋતુની શરૂઆત પણ થાય છે. આ દિવસોમાં વાતાવરણ ખુશનુમા રહે છે અને શિયાળાની ઋતુ પૂરી થાય છે.

એવું માનવામાં આવે છે કે જો વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો વ્યક્તિને જ્ઞાન અને વાણીની દેવી માતા સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને અભ્યાસ કરતાં બાળકોએ વસંત પંચમીની પૂજા કરવી જોઈએ જેથી તેઓ ગુણવાન અને જ્ઞાની બને અને તેમની પ્રતિભાનો વિકાસ થાય. તો ચાલો તમને પણ જણાવીએ કે વસંત પંચમી પર કઈ રીતે માં સરસ્વતીની પૂજા કરવી જોઈએ. 

વસંત પંચમીની પૂજાની વિધિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરતી વખતે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ અને પૂજામાં પીળા ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ માં સરસ્વતીને પીળા રંગની વસ્તુનો ભોગ ધરાવવો. 

માં સરસ્વતીની પૂજા કરવાનો શુભ સમય

આ પણ વાંચો: શનિદેવના અસ્ત થવાથી જીવનમાં વધશે સંકટ, શનિના ક્રોધથી બચવા કાલથી શરુ કરી દો આ ઉપાય
 
પંચાંગ અનુસાર દેવી સરસ્વતીની પૂજા માટેનો શુભ સમય 14 ફેબ્રુઆરીના રોજ સવારે 7:01 વાગ્યાથી બપોરે 12:35 વાગ્યા સુધીનો છે. આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવા માટે માતા સરસ્વતીની પ્રતિમા અથવા મૂર્તિને પીળા રંગના આસન પર બિરાજમાન કરવી ત્યારબાદ કંકુ, ચોખા, હળદર, ચંદન, કેસર લગાવો અને પીળા-સફેદ રંગના ફૂલ ચઢાવો. માં સરસ્વતીને પીળી મીઠાઈ અર્પણ કરો. જો પૂજામાં તમે કોઈ વાદ્ય રાખો છો તો તે વધારે શુભ માનવામાં આવે છે. 

સરસ્વતી મંત્ર

આ દિવસે માં સરસ્વતીની પૂજા કરી આ મંત્રોનો જાપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. 

ઓમ એં સરસ્વત્યૈ નમ:

સરસ્વતી પૂજામાં તમે આ મંત્રનો જાપ કરવા ઉપરાંત આ શ્લોક પણ બોલી શકો છો. 

યા કુંદેંદુતુષારહારધવલા, યા શુભ્રવસ્ત્રાવૃતા
યા વીણા વર દંડમંડિત કરા, યા શ્વેત પદ્માસના
યા બ્રહ્માંડ્ચ્યુત શંકર: પ્રભૃતિર્ભિ: દેવૈ: સદા વન્દિતા
સા માં પાતુ સરસ્વતી ભગવતી, નિ:શેષજાડ્યાપહા

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news