બહુ જલદી આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે, વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે!

Margi Shani 2023 in Kumbh: વૈદિક જ્યોતિષ મુજબ ન્યાયના દેવતા શનિદેવ અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આથી એક જ રાશિમાં ફરીથી પાછા ફરવામાં શનિને લગભગ 3 દાયકાનો સમય લાગે છે. શનિ  કુંભ રાશિના સ્વામી છે અને 30 વર્ષ બાદ આ રાશિમાં છે. શનિનું કુંભમાં ગોચર ખુબ જ મહત્વપૂર્ણ ઘટના છે.

બહુ જલદી આ 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે, વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે!

Margi Shani 2023 in Kumbh: વૈદિક જ્યોતિષ મુજબ ન્યાયના દેવતા શનિદેવ અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. આથી એક જ રાશિમાં ફરીથી પાછા ફરવામાં શનિને લગભગ 3 દાયકાનો સમય લાગે છે. શનિ  કુંભ રાશિના સ્વામી છે અને 30 વર્ષ બાદ આ રાશિમાં છે. શનિનું કુંભમાં ગોચર ખુબ જ મહત્વપૂર્ણ ઘટના છે. ઉપરથી હાલ શનિ વક્રી સ્થિતિમાં છે. શનિ 4 નવેમ્બર 2023 સુધી વક્રી રહેશે  અને ત્યારબાદ માર્ગી ચાલ ચાલશે. શનિ કર્મોના આધારે ફળ આપે છે અને તેની વક્રી નજર ખુબ કષ્ટ આપે છે. આથી શનિની વક્રી ચાલને સારી ગણવામાં નથી આવતી. શનિ 4 નવેમ્બરથી સીધી ચાલ ચાલવાનું શરૂ કરશે. જેના કારણે કેટલીક રાશિવાળાને રાહત મળશે જ્યારે 3 રાશિવાળાને તો ચાંદી જ ચાંદી થઈ જશે. આ 3 રાશિવાળાને માર્ગી શનિ ખુબ લાભ આપશે. 

આ રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળાને શનિની માર્ગી ચાલ ખુબ લાભ કરાવશે. એવું કહી શકાય કે આ જાતકોના નસીબ ખુલી જશે. ખુબ જ તગડો  ધનલાભ થશે. મોટું પદ, સન્માન અને મોટો પગાર મળશે. તમારી આર્થિક સ્થિતિમાં ખુબ મોટો ઉછાળો આવશે. કોઈ મોટી ઈચ્છા પૂરી થશે. તમારા લગ્ન થઈ શકે છે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. એવું કહી શકાય કે શનિની સીધી ચાલ તમારા જીવનમાં અનેક સુખદ ફેરફાર લાવશે. 

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને નવેમ્બરમાં શનિની સીધી ચાલ ખુબ જ લાભ કરાવશે. કરિયરમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. તણાવ ખતમ થશે. જેનાથી તમે મોટી રાહત મહેસૂસ કરશો. પ્રદર્શન  સારું થશે. અચાનક ધનલાભ થશે. આવક વધશે. તમારું કૌટુંબિક જીવન ખુશહાલ થશે. કોઈ વિવાદમાં તમારી જીત થઈ શકે છે. 

મકર રાશિ
નવેમ્બરથી શનિની માર્ગી ચાલ મકર રાશિવાળા જાતકોને તગડો લાભ  કરાવશે. તમને ખુબ લાભ થશે. નાણાકીય સ્થિતિ સારી થશે. નોકરીમાં પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટ મળશે. વેપારમાં લાભ થશે. કોઈ ખાસ પ્રોજેક્ટમાં તમને સફળતા મળી શકે છે. ભાગ્યનો સાથ મળશે. તમારા પ્રયત્નો સફળ થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news