Tulsi Vivah 2023: દેવઉઠી એકાદશીના એક દિવસ પછી થાય છે તુલસી વિવાહ, જાણો ઘરે તુલસી વિવાહ કરવાની વિધિ અને મુહૂર્ત

Tulsi Vivah 2023: તુલસી વિવાહનું ખૂબ જ મહત્વ છે. કારતક મહિનાની બારસની તિથિ પર તુલસીજીના ભગવાનના શાલીગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરાવવામાં આવે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે કેવી રીતે ઘરે તુલસી વિવાહની વિધિ કરવાની હોય છે અને આ વર્ષે તુલસી વિવાહનું મુહૂર્ત કયું છે

Tulsi Vivah 2023: દેવઉઠી એકાદશીના એક દિવસ પછી થાય છે તુલસી વિવાહ, જાણો ઘરે તુલસી વિવાહ કરવાની વિધિ અને મુહૂર્ત

Tulsi Vivah 2023: સનાતન ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો છે. કારતક મહિનામાં દેવ ઉઠી એકાદશી પછી બીજા દિવસે તુલસી વિવાહ કરવામાં આવે છે. તુલસી વિવાહનું ખૂબ જ મહત્વ છે. કારતક મહિનાની બારસની તિથિ પર તુલસીજીના ભગવાનના શાલીગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરાવવામાં આવે છે. તો ચાલો તમને પણ જણાવીએ કે કેવી રીતે ઘરે તુલસી વિવાહની વિધિ કરવાની હોય છે અને આ વર્ષે તુલસી વિવાહનું મુહૂર્ત કયું છે 

તુલસી વિવાહનું મુહૂર્ત

કારતક મહિનાની બારસની તિથિ 23 નવેમ્બરે રાત્રે 9.01 મિનિટથી શરૂ થશે અને તેનું સમાપન 24 નવેમ્બરે સાંજે 7.06 મિનિટે થશે. તેવામાં તુલસી અને શાલીગ્રામ વિવાહ એટલે કે તુલસી વિવાહ 24 નવેમ્બરે કરવા શુભ ગણાશે. આ દિવસે પ્રદોષ કાળ સાંજે 5.25 મિનિટથી 6.04 મિનિટ સુધી રહેશે.

આ રીતે કરો તુલસી વિવાહ

તુલસી વિવાહના દિવસે સવારે સૂર્યોદય સમયે જાગી જવું અને સ્નાન કરી પૂજા ઘરને ગંગાજળ છાંટી પવિત્ર કરો. ત્યાર પછી લાકડાના બાજોટ પર લાલ રંગનું આસન પાથરી તેના પર એક કળશમાં ગંગાજળ ભરો અને તેમાં આંબાના પાનના 5 પાન રાખો. આ કળશને પૂજા સ્થળ પર રાખી દો. ત્યાર પછી આસન ઉપર તુલસીનો છોડ રાખો અને સાથે શાલીગ્રામ સ્થાપિત કરો.

હવે તુલસીના કુંડા પર ગેરું લગાડો અને તુલસીજી સામે ઘીનો દીવો કરો. તુલસી અને શાલીગ્રામ પર ગંગાજળ છાંટો અને કંકુ, ચોખા તેમજ ચંદનથી ચાંદલો કરો. હવે તુલસીના છોડની આસપાસ શેરડીનો મંડપ બનાવો. ત્યાર પછી તુલસી માતાનો શૃંગાર કરો જેમાં તેમને લાલ ચુંદડી પહેરાવો. ત્યાર પછી તુલસીજી અને શાલીગ્રામની સાત પરિક્રમા કરો અને અંતે આરતી ઉતારી તુલસી માતા પાસે પરિવારની સુખ સમૃદ્ધિની કામના કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news