Money Plant Tricks: પૈસાથી ભરેલી રહેશે તિજોરી, ઘરમાં મની પ્લાન્ટ રાખવાના આ ઉપાયો એકવાર જાણી લો

Money Plant: મની પ્લાન્ટને લઇને પણ ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જો તમે તમામ નિયમોનું પાલન કરો છો તો મની પ્લાન્ટ ખરેખરમાં પૈસાનો વરસાદ કરી શકે છે. મની પ્લાન્ટના છોડ સાથે જો આ ખાસ ઉપાયો કરવામાં આવે તો તે લાભદાયી સાબિત થઈ શકે છે.

Money Plant Tricks: પૈસાથી ભરેલી રહેશે તિજોરી, ઘરમાં મની પ્લાન્ટ રાખવાના આ ઉપાયો એકવાર જાણી લો

Vastu Tips For Money Plant: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં છોડ રાખવો શુભ માનવામાં આવે છે. પરંતુ દરેક છોડ ઘરમાં રાખી શકાય નહીં. ઘરમાં લગાવેલા છોડ એક તરફ મનને શાંતિ આપે છે તો બીજી તરફ ઘરમાં સકારાત્મકતા લાવવા અને પૈસાના આગમનનું કામ કરે છે. પરંતુ વાસ્તુ અનુસાર ઘરમાં છોડ રાખવાના કેટલાક નિયમો છે. જેનું પાલન કરવાથી લાભ થશે. ત્યારે ઘરમાં મની પ્લાન્ટ રાખવા માટે કેટલીક ટ્રિક્સ છે.

મોટાભાગે દરેક ઘરમાં તમને મની પ્લાન્ટનો છોડ જોવા મળશે. પરંતુ આ પ્લાન્ટ કેટલાક લોકો માટે જ શુભ અને લાભદાયી સાબિત થયા છે. તેનું મુખ્ય કારણ છે તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે. વાસ્તુ શાસ્ત્ર જાણકારોનું કહેવું છે કે, કોઈપણ વસ્તુ પોતાનો ચમત્કાર દેખાડે છે. પરંતુ તેને યોગ્ય દિશા અને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે તો. મની પ્લાન્ટને લઇને પણ ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. જો તમે તમામ નિયમોનું પાલન કરો છો તો મની પ્લાન્ટ ખરેખરમાં પૈસાનો વરસાદ કરી શકે છે. મની પ્લાન્ટના છોડ સાથે જો આ ખાસ ઉપાયો કરવામાં આવે તો તે લાભદાયી સાબિત થઈ શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટ રાખવાના જાણો નિયમ
- મની પ્લાન્ટના છોડને દક્ષિણ પૂવ્ દિશામાં રાખવાથી શુભ લાભની પ્રાપ્તિ થાય છે. જો તેને ખોટી દિશામાં રાખવામાં આવે તો તેના વિપરીત પરિણામ જોવા મળે છે.
- મની પ્લાન્ટને ક્યારેય સીધો જમીનમાં ઉગાડવો જોઇએ નહીં. સાથે તેના પત્તાને જમીન પર વધવા દેવા ન જોઇએ. તેને ઉપરની તરફ એક લાકડીના સહારે બંધવો જોઇએ.
- મની પ્લાન્ટ હંમેશા સ્વચ્છ જગ્યા પર રાખવો જોઇએ. આ વાતનું ધ્યાન રાખવાથી ઘરમાં હંમેશા લાભ થાય છે.
- જો શુક્રવારના દિવસે મની પ્લાન્ટ પર લાલ રંગનો દોરો બાંધવામાં આવે તો તે ખુબ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર લાલ રંગ પ્રેમ અને સ્નેહ સાથે સાથે યશ અને ઉન્નતિનું પ્રતિક માનવામાં આવે છે. તેથી તેના પર લાલ રંગનો દોરો બાંધવો શુભ માનવામાં આવે છે.

આ ઉપાયો કરવાથી મની પ્લાન્ટનો છોડ ઝડપથી ઉન્નતિ કરે છે. સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે, જેમ જેમ મની પ્લાન્ટ વધે છે તેમ તેમ ઘરમાં પૈસાનું આગમન વધે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય મન્યતાઓ અને જાણકારીઓ પર આધારીત છે. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news