Lal Kitab Upay: કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તુરંત કરો લાલ કિતાબના આ ઉપાય, સુધરી જાશે આર્થિક સ્થિતિ
Lal Kitab Upay: આજે તમને જણાવીએ કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો વ્યક્તિએ કઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે જ બુધની સ્થિતિ મજબૂત કરવા માટે કયા ઉપાયો કરી શકાય છે.
Trending Photos
Lal Kitab Upay: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોનું આપણા જીવનમાં વિશેષ મહત્વ છે. કુંડળીમાં ગ્રહની જે સ્થિતિ હોય તે પ્રમાણે વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવવામાં આવે છે. જો કોઈ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલા ગ્રહ એવા છે જે કુંડળીમાં અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે. આજે તમને જણાવીએ કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો વ્યક્તિએ કઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. સાથે જ બુધની સ્થિતિ મજબૂત કરવા માટે કયા ઉપાયો કરી શકાય છે.
કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો શું થાય ?
કુંડળીમાં જો બુધ ગ્રહ નબળો હોય તો વ્યક્તિને ગુપ્ત રોગ થવાની સંભાવના વધી જાય છે. વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ રહે છે. જે વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળી સ્થિતિમાં હોય તેના નખ અને વાળ નબળા હોય છે.
જેમની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેમની પાચનશક્તિ અને દાંત પણ નબળા હોય છે. જો કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો વ્યક્તિની નોકરી વારંવાર છૂટી જાય તેની સંભાવના વધી જાય છે. વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ ખરાબ રહે છે..
બુધ ગ્રહને મજબૂત કરવાના ઉપાય
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત કરવા માટે ઘણા બધા ઉપાયો કરી શકાય છે. જેમાંથી સૌથી સરળ ઉપાય છે બુધવારે ગણેશજીની આરાધના કરવી. આ સિવાય બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવડાવવું.
જે પણ વ્યક્તિની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તેને બુધવારે આખા મગનું દાન કરવું જોઈએ. તેનાથી કુંડળીમાં બુધની સ્થિતિ પ્રબળ થાય છે. કુંડલીમાં બુધની સ્થિતિ સુધારવા માટે કાળા કૂતરાને મીઠી વસ્તુ ખવડાવી જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે