3 દાયકા બાદ બની રહ્યા છે આ 3 મહાપુરુષ રાજયોગ, આ 3 રાશિવાળાને ખોબલે ખોબલે ધનલાભ થશે, માન-સન્માન વધશે

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહ એક નિશ્ચિત સમયગાળા પર ગોચર કરીને શુભ યોગ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ સીધી રીતે માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. અત્રે જણાવવાનું કે ડિસેમ્બરમાં 3 રાજયોગ બની રહ્યા છે. આ રાજયોગ મંગળ, શનિદેવે બનાવ્યા છે. જેમાં મંગળ ગ્રહે રૂચક રાજયોગ બનાવ્યો છે. જ્યારે શનિદેવે શશ રાજયોગ, શુક્ર ગ્રહે માલવ્ય રાજયોગ બનાવ્યો છે

3 દાયકા બાદ બની રહ્યા છે આ 3 મહાપુરુષ રાજયોગ, આ 3 રાશિવાળાને ખોબલે ખોબલે ધનલાભ થશે, માન-સન્માન વધશે

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહ એક નિશ્ચિત સમયગાળા પર ગોચર કરીને શુભ યોગ અને રાજયોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ સીધી રીતે માનવ જીવન અને પૃથ્વી પર પડે છે. અત્રે જણાવવાનું કે ડિસેમ્બરમાં 3 રાજયોગ બની રહ્યા છે. આ રાજયોગ મંગળ, શનિદેવે બનાવ્યા છે. જેમાં મંગળ ગ્રહે રૂચક રાજયોગ બનાવ્યો છે. જ્યારે શનિદેવે શશ રાજયોગ, શુક્ર ગ્રહે માલવ્ય રાજયોગ બનાવ્યો છે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. આ લકી રાશિઓ કઈ છે તે ખાસ જાણો. 

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે શશ અને રૂચક રાજયોગનું બનવું લાભકારી સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ અટકાયેલા પૈસા મળી શકે છે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. તમને માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રગતિના યોગ બની રહ્યા છે અને તમને આવનારા સમયમાં પ્રમોશન મળી શકે છે. તમને નવી નોકરીમાંથી તેડું પણ આવી શકે છે. 

વૃશ્ચિક રાશિ
શશ અને રૂચક રાજયોગ બનવાથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. આથી આ સમયગાળા દરમિયાન તમને ધનલાભ થઈ શકે છે. જો તમે ટ્રાન્સપોર્ટ, કોલસા, વ્યાજ, બેંકિંગ, રિયલ એસ્ટેટ, બિલ્ડર, કમીશન અને હોટલ લાઈન, કેમિકલ, ઓઈલ ગાડીઓ સંલગ્ન કામ કાજ કરતા હોવ તો તમને આ સમયગાળામાં અપાર ધનલાભ થઈ શકે છે. આ સાથે જ તમારી આવકમાં વધારો થઈ શકે છે. પરંતુ આ સમયગાળામાં ગર્ભવતી મહિલાઓએ સાવધાન રહેવું જોઈએ. 

કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે રૂચક રાજયોગ કરિયર અને કારોબાર માટે શુભ સાબિત થઈ શકે છે. આથી આ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. કરિયરમાં ગ્રોથ થશે. તમારી ગોચર કુંડળીમાં પણ મહાભાગ્ય રાજયોગ બની રહ્યો છે. આથી તમારા ધન સન્માનમાં વધારો થશે. અભ્યાસમાં સુધારો થશે અને તમને કાર્યક્ષેત્રમાં પણ ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થશે. ઈચ્છાઓ પૂરી થશે. આ સાથે જ તમે આ સમયમાં કામ-કારોબાર સંબંધમાં દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. નોકરીયાતોને પદોન્નતિ થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news