આગામી 10 વર્ષ સુધી આ 7 રાશિઓ પર રહેશે સાડાસાતી અને પનોતીનો અશુભ પ્રભાવ, જાણો શું થશે અસર

Lord shani : વૈદિક જ્યોતિષ અનુસાર શનિ દેવની સાડાસાતી અને પનોતીની અસર જાતકો પર પડતી હોય છે. જે જાતકો પર આ સાડાસાતી કે પનોતીનો સમયગાળો ચાલી રહ્યો હોય છે તેણે વિવિધ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જાણો આગામી 10 વર્ષ સુધી કઈ-કઈ રાશિઓ પર શનિની સાડાસાતી અને પનોતી રહેવાની છે.તમારો પણ આમાં સમાવેશ થતો હોય તો તમારે સાવચેતી રાખવાની જરૂર છે. 

આગામી 10 વર્ષ સુધી આ 7 રાશિઓ પર રહેશે સાડાસાતી અને પનોતીનો અશુભ પ્રભાવ, જાણો શું થશે અસર

Lord shani : વૈદિક જ્યોતિષમાં શનિદેવને કર્મફળ દાતા અને ન્યાય પ્રદાતા માનવામાં આવ્યા છે. એટલે કે શનિદેવ વ્યક્તિને કર્મના આધાર પર ફળ પ્રદાન કરે છે. સાથે શનિ દેવ સૌથી ધીમી ગતિએ રાશિ પરિવર્તન કરે છે. શનિ દેવ એકરાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. સાથે શનિ દેવના ગોચર કરતા કેટલાક જાતકો પર સાડાસાતી અને પનોતી શરૂ થાય છે તો કેટલાક જાતકો પર સમાપ્ત થાય છે.

મીન રાશિ પર સાડાસાતી શરૂ થઈ હતી

તમને જણાવી દઈએ કે શનિ દેવે જાન્યુઆરી 2024માં કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો, જેનાથી મીન રાશિ પર સાડાસાતી શરૂ થઈ હતી અને કુંભ રાશિના જાતકોને મુક્તિ મળી હતી. તો કર્ક અને વૃશ્ચિક રાશિ પર પનોતી શરૂ થઈ હતી. અમે તમને જણાવી રહ્યાં છીએ કે આગામી 10 વર્ષમાં કઈ-કઈ રાશિ પર શનિની સાડાસાતી અને પનોતી રહેશે. 

આ રાશિઓ પર 2025 સુધી રહેશે સાડાસાતીનો પ્રભાવ
વૈદિક જ્યોતિષ અનુસાર અત્યારે મીન રાશિના લોકો પર શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આ રાશિના લોકોને 8 ઓગસ્ટ 2029ના સાડાસાતીથી મુક્તિ મળશે. તો કુંભ રાશિના જાતકો પર સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આ જાતકોને 3 જૂન 2027ના સાડાસાતીથી મુક્તિ મળવાની છે. તો મકર રાશિના લોકો પર સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. આ લોકોને 29 માર્ચ 2025ના સાડાસાતીમાંથી મુક્તિ મળી જશે. 

આ રાશિઓ પર રહેશે સાડાસાતી
તો માર્ચ 2025ના શનિ દેવ રાશિ પરિવર્તન કરશે. જેનાથી મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતી શરૂ થશે. આ સાથે તે લોકોને 3 જુલાઈ 2034ના સાડાસાતીમાંથી મુક્તિ મળશે. આ સાથે 3 જૂન 2027થી વૃષભ રાશિના જાતકો માટે સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થઈ જશે.

આ સમય જાતકો માટે થોડો કષ્ટદાયક સાબિત થઈ શકે

આ રાશિના જાતકોને 13 જુલાઈ 2034ના સાડાસાતીથી મુક્તિ મળશે. તો મિથુન રાશિના લોકો પર 8 ઓગસ્ટ 2024થી સાડાસાતી શરૂ થશે અને 27 ઓગસ્ટ 2026 સુધી ચાલશે. આ સમય જાતકો માટે થોડો કષ્ટદાયક સાબિત થઈ શકે છે. જરૂરી કામ અટવાય શકે છે. સાથે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. નોકરી અને વેપારમાં મુશ્કેલી આવી શકે છે. તો કર્ક રાશિના જાતકો પર મે 2032થી સાડાસાતી શરૂ થશે જે 22 ઓક્ટોબર 2038ના સમાપ્ત થશે. 

આ રાશિઓને પનોતીથી મળશે મુક્તિ
તો અત્યારે કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની પનોતી ચાલી રહી છે. આ લોકોને વર્ષ 2025માં શનિની પનોતીથી મુક્તિ મળી જશે. 

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news