Astro Tips: માતા લક્ષ્મી હોય નારાજ ત્યારે બને છે આવી ઘટનાઓ, તમારી સાથે થતી હોય તો તુરંત કરજો આ ઉપાય

Astro Tips: જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે જે ત્યારે બને છે જ્યારે માતા લક્ષ્મી વ્યક્તિથી નારાજ. જ્યારે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જતા રહે છે. ત્યારે તમને કેટલાક સંકેત મળે છે જો આ સંકેત જોવા મળે તો તુરંત જ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ.

Astro Tips: માતા લક્ષ્મી હોય નારાજ ત્યારે બને છે આવી ઘટનાઓ, તમારી સાથે થતી હોય તો તુરંત કરજો આ ઉપાય

Astro Tips: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવ્યા છે. જે ઘરમાં માતા લક્ષ્મીનો ભાસ હોય છે ત્યાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરંતુ જો માતા લક્ષ્મી નારાજ થઈને ઘરમાંથી જતા રહે છે તો એવા ઘરમાં દરિદ્રતા અને કલેશ વધે છે. આ જ કારણ છે કે વ્યક્તિ હંમેશા ઈચ્છા રાખે છે કે માતા લક્ષ્મી તેના પર કૃપાદ્રષ્ટિ જાળવી રાખે. પરંતુ તેમ છતાં અજાણતા થયેલી કેટલીક ભૂલના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને વ્યક્તિને ધન હાનિનો સામનો કરવો પડે છે.

જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘટનાઓ વિશે જણાવવામાં આવ્યું છે જે ત્યારે બને છે જ્યારે માતા લક્ષ્મી વ્યક્તિથી નારાજ. જ્યારે માતા લક્ષ્મી તમારું ઘર છોડીને જતા રહે છે. ત્યારે તમને કેટલાક સંકેત મળે છે જો આ સંકેત જોવા મળે તો તુરંત જ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ. 

માતા લક્ષ્મી નારાજ થયાના સંકેત

આ પણ વાંચો:

- જો તમારા ઘરમાં મની પ્લાન્ટ કે તુલસીનો છોડ સુકાવા લાગે તો સમજી જવું કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે. 

- ઘરના કોઈ નળ માંથી સતત પાણી ટપકવા લાગે તો સમજી લેવું કે તે ધનહાનિનો સંકેત છે.

- માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈ અને ખીર ખૂબ જ પ્રિય છે તેવામાં વારંવાર જો તમારા ઘરમાં દૂધ ઉભરાતું રહે તો તેને શુભ માનવામાં આવતું નથી.

- સોના અથવા તો ચાંદીના દાગીના ઘરમાંથી ખોવાઈ જાય અથવા તો ચોરી થઈ જાય તો તે પણ માતાના લક્ષ્મીની નારાજગીનો સંકેત છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય

આ પણ વાંચો:

- માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દર શુક્રવારે તેમની પૂજા કરીને તેમને ખીરનો ભોગ ધરાવો સાથે જ નાની કન્યાઓને ખીરનો પ્રસાદ આપો. છ શુક્રવાર સુધી આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા ઘર પર વરસે છે.

- શુક્રવારના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સફેદ વસ્તુનું દાન કરો. આ ઉપાય કરવાથી પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

- શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે તેમની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરો અને દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને તેમનો અભિષેક કરો. આમ કરવાથી દરિદ્રતા દૂર થાય છે.

- રોજ સંધ્યા સમયે તુલસી પાસે અને ઘરના મુખ્ય દ્વાર પાસે દીવો કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news