Surya Mangal Yuti: 26 જુલાઈથી 3 રાશિનું ભાગ્ય હશે સાતમા આસમાને, સૂર્ય અને મંગળ લાભ દ્રષ્ટિ કરી દેશે માલામાલ

Surya Mangal Yuti: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય અને મંગળ એકબીજાથી 60 ડિગ્રી કોણ પર હોય ત્યારે સૂર્ય અને મંગળની લાભદ્રષ્ટિ સર્જાય છે. મંગળ ગ્રહ વૃષભ રાશિમાં છે અને સૂર્ય કર્ક રાશિમાં છે તેના કારણે આ લાભ દૃષ્ટિ સર્જાઈ છે. 

Surya Mangal Yuti: 26 જુલાઈથી 3 રાશિનું ભાગ્ય હશે સાતમા આસમાને, સૂર્ય અને મંગળ લાભ દ્રષ્ટિ કરી દેશે માલામાલ

Surya Mangal Yuti: જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને મંગળ ગ્રહને વિશેષ પદ આપવામાં આવ્યું છે. સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે તો મંગળ ગ્રહોના સેનાપતિ છે. જ્યારે ગ્રહોના રાજા અને તેના પતિનો ખાસ સંયોગ સર્જાય છે તો રાશિચક્ર પર પણ તેની અસર થાય છે. આવનારા દિવસોમાં સૂર્ય અને મંગળની આવી જ લાભકારી દ્રષ્ટિ રાશિચક્રની 12 રાશિઓ પર પડવાની છે. 

26 જુલાઈ 2024 ના રોજ ગ્રહોના રાજા સૂર્ય મંગળ સાથે ખાસ યોગ બનાવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે સૂર્ય અને મંગળ એકબીજાથી 60 ડિગ્રી કોણ પર હોય ત્યારે સૂર્ય અને મંગળની લાભદ્રષ્ટિ સર્જાય છે. મંગળ ગ્રહ વૃષભ રાશિમાં છે અને સૂર્ય કર્ક રાશિમાં છે તેના કારણે આ લાભ દૃષ્ટિ સર્જાય છે. આ લાભ દ્રષ્ટિ દરેક રાશિને અસર કરે છે. 26 જુલાઈથી આ લાભ દૃષ્ટિના કારણે ત્રણ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને હશે. સૂર્ય અને મંગળની લાભદ્રષ્ટિના કારણે ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકી જવાનું છે. 

સૂર્ય મંગળની લાભદ્રષ્ટિથી ત્રણ રાશિને થશે લાભ 

વૃષભ રાશિ

જમીન અને કોર્ટ સંબંધિત સમસ્યાનું સમાધાન આવશે. આવકમાં વધારો થશે. વેપારીઓનો વેપાર સારો લાભ કરાવશે. પાર્ટનરશિપમાં કરેલા બિઝનેસ છે લાભ થશે. વેપારનો વિસ્તાર થવાની સંભાવના. ઓફિસમાં સહકર્મચારીઓ સાથ આપશે. વૈવાહિક જીવન સ્થિર અને સુખમય રહેશે. 

મિથુન રાશિ 

વેપાર લાભકારી સિદ્ધ થશે. વેપારનો વિસ્તાર થશે અને રોકાણ વધશે. નોકરી કરતા લોકોની આવક વધશે. પ્રાઇવેટ નોકરી કરતા લોકોને ઇચ્છિત સેલેરીની જોબ ઓફર મળી શકે છે. મેડિસિન મશીનરી સંબંધિત કામ કરતા લોકોને લાભ થશે. ઘર પરિવારમાં ખુશીઓ રહેશે. લવ લાઈફ સારી રહેશે સ્વાસ્થ્ય સુધરશે. 

કર્ક રાશિ 

આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કારકિર્દીમાં જાતકોને સફળતા મળશે. પરીક્ષામાં સારો રેન્ક આવશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સિલેક્શન થઈ શકે છે. નોકરી શોધતા યુવાનોને સારી ઓફર મળી શકે છે. અટકેલા કામ ફરીથી શરૂ થશે. વેપારીઓને લાભ થવાની સંભાવના. નોકરી કરતા લોકોને ઓફિસમાં સાથી કર્મચારીઓનો સહયોગ મળશે. સંબંધોમાં મજબૂતી આવશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news