Surya Grahan 2023: વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ આ 4 રાશિના જીવનમાં લાવશે ખુશીઓ, પૂરા થશે સપના
Solar Eclipse 2023: એપ્રિલ મહિનામાં લાગનાર સૂર્યગ્રહણ ઘણી રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ લાવશે. જાણો સૂર્યગ્રહણના પ્રભાવથી તમને શું લાભ થશે.
Trending Photos
નવી દિલ્હીઃ Surya Grahan 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહણની ઘટના ખુબ ખાસ માનવામાં આવી છે. વર્ષ 2023નું પ્રથમ સૂર્ય ગ્રહણ 20 એપ્રિલ, 2023 ગુરૂવારના રોજ લાગવાનું છે. સૂર્ય ગ્રહણનો પ્રભાવ 12 રાશિઓ પર સકારાત્મક કે નકારાત્મક પડે છે. પરંતુ આ વર્ષનું પ્રથમ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. જેના કારણે ભારતમાં સૂતકકાળ માન્ય રહેશે નહીં. જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહણનો કેટલીક રાશિઓ પર શુભ પ્રભાવ પડશે. ગ્રહણ બાદ આ રાશિના જાતકોની મુશ્કેલી ઘટી શકે છે. જાણો આ રાશિઓ વિશે.
1. વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહણનો પ્રભાવ શુભ રહેવાનો છે. ગ્રહણના પ્રભાવથી ધન લાભ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને પ્રમોશનની સાથે આવકમાં વધારો થઈ શકે છે. જે જાતકો નોકરી શોધી રહ્યાં છે તેને શુભ સમાચાર મળી શકે છે.
2. મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકો પર સૂર્યગ્રહણનો સકારાત્મક પ્રભાવ પડશે. આ દરમિયાન તમારા અટવાયેલા નાણાની પ્રાપ્તિ થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં વિજય મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર જાતકોને સફળતા મળી શકે છે.
3. ધન રાશિઃ ધન રાશિના જાતકો પર સૂર્યગ્રહણનો પ્રભાવ શુભ રહેવાનો છે. આ દરમિયાન તમારા ભાગ્યવશ કેટલાક કામ થઈ જશે. જે વસ્તુની જીવનમાં જરૂર હશે તેની ઉપલબ્ધતા થશે. ગુણ-જ્ઞાનની પ્રાપ્તિ થશે. વેપારીઓ માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. પારિવારિક જીવન સુખદ રહેશે.
4. કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકોને સૂર્યગ્રહણના પ્રભાવથી ગુણ-જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આ સમયમાં તમારા અટવાયેલા નાણા પરત મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. લગ્ન જીવન સુખદ રહેશે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે