Surya Gochar 2023: 1 વર્ષ બાદ વૃષભ રાશિમાં ગોચર કરશે સૂર્ય, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, ધનલાભનો યોગ

Surya Gochar 2023 Effect: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે. સૂર્ય દર મહિને પોતાનું સ્થાન પરિવર્તન કરે છે. મે મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી જશે. 
 

Surya Gochar 2023: 1 વર્ષ બાદ વૃષભ રાશિમાં ગોચર કરશે સૂર્ય, ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, ધનલાભનો યોગ

નવી દિલ્હીઃ Sun Transit 2023 In May: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક ચોક્કસ સમય પર દરેક ગ્રહ પોતાનું સ્થાન પરિવર્તન કરે છે. આ દરમિયાન ઘણી રાશિના જાતકોના જીવન પર શુભ તો કેટલાક જાતકોના જીવન પર અશુભ અસર પડે છે. સૂર્ય દર મહિને પોતાનું રાશિ પરિવર્તન કરી દરેક 12 રાશિઓના જીવનને પ્રભાવિત કરે છે. નોંધનીય છે કે સૂર્ય મેષ રાશિમાં બિરાજમાન છે અને 15 મેએ ગોચર કરી વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિમાં સૂર્ય એક વર્ષ માટે ગોચર કરવા જઈ રહ્યાં છે. તેવામાં કેટલાક જાતકોના જીવન પર તેનો શુભ પ્રભાવ જોવા મળશે. નોંધનીય છે કે સૂર્ય 15 મેએ સવારે 11 કલાક 58 મિનિટ પર મેષ રાશિમાંથી નિકળી વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે અને આ રાશિમાં 15 જૂન સાંજે 6.25 કલાક સુધી રહેવાના છે. આવો જાણીએ સૂર્ય ગોચરથી ક્યા જાતકોને વિશેષ લાભ મળવાનો છે. 

સૂર્ય ગોચરથી આ રાશિના જાતકોને થશે મોટો લાભ
કર્ક રાશિ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય આ રાશિના અગિયારમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. તેવામાં આ જાતકોની દરેક ઈચ્છા જલદી પૂરી થશે. એટલું જ નહીં લાંબા સમયથી અટવાયેલા કામ પણ આ સમયમાં પૂર્ણ થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. આ મુલાકાત તમને લાભદાયી સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. લગ્ન જીવનમાં ખુશીઓ જોવા મળશે. 

સિંહ રાશિ
નોંધનીય છે કે આ રાશિના દશમ ભાવમાં સૂર્ય ગોચર કરવા જઈ રહ્યાં છે. તેવામાં આ જાતકો માટે શુભ સમય રહેશે. આ જાતકને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકોને આ સમયમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહયોગ મળી શકે છે. સમાજમાં માન-સન્માન, પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. 

કન્યા રાશિ
સૂર્ય આ રાશિના નવામાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યાં છે. તેવામાં આ રાશિના લોકો આધ્યાત્મ સાથે જોડાયેલા કાર્યોમાં ભાગ લેશે. સમાજમાં માન-સન્માન વધશે. એટલું જ નહીં કાર્યસ્થળમાં તમારા કામની પ્રશંસા થશે. નવી નોકરી શોધવામાં સફળતા મળશે. સૂર્ય દેવની કૃપાથી આ રાશિના જાતકોને ઉચ્ચ શિક્ષણ મેળવવાનો અવસર મળશે. 

મકર રાશિ
આ રાશિના પાંચમાં ભાવમાં ગોચર કરવા જઈ રહ્યાં છે સૂર્ય. તેવામાં આ જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આ સાથે આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ વધશે. નવી નોકરી શોધી રહેલા લોકોને આ દરમિયાન સફળતા મળી જશે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો. બિઝનેસમાં લાભ મળશે. લવ લાઇફની વાત કરીએ તો પાર્ટનરની સાથે સારો સમય પસાર કરશો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news