આ 3 રાશિવાળા..બસ 4 દિવસ ખમી જાઓ, બંપર ધનલાભ થશે, અટકેલા કામ પાર પડશે, સઘળા દુ:ખ દૂર થઈ જશે
સૂર્ય મેષમાં પહોંચતાની સાથે જ પોતાનું પૂર્ણ શુભ ફળ આપશે. આવામાં સૂર્યદેવના ગોચરથી કેટલીક રાશિઓનું ભાગ્ય ઝળહળી શકે છે. આ સાથે જ આ રાશિવાળાને નવી નોકરી, માન સન્માન, પ્રતિષ્ઠા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
Trending Photos
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહોના રાજા સૂર્ય દેવ પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સૂર્ય દેવ 13 એપ્રિલના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. આવામાં સૂર્ય મેષમાં પહોંચતાની સાથે જ પોતાનું પૂર્ણ શુભ ફળ આપશે. આવામાં સૂર્યદેવના ગોચરથી કેટલીક રાશિઓનું ભાગ્ય ઝળહળી શકે છે. આ સાથે જ આ રાશિવાળાને નવી નોકરી, માન સન્માન, પ્રતિષ્ઠા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે....
મેષ રાશિ
તમારા માટે સૂર્ય દેવનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્યદેવ તમારી રાશિથી લગ્ન ભાવમાં સંચરણ કરવાના છે. આથી આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સાથે જ વ્યક્તિત્વમાં નિખાર આવશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. આ સાથે જ વેપારમાં ઈચ્છીત લાભ થશે. માન સન્માન, અને પ્રતિષ્ઠા મળશે. પરિણીત લોકોનું લગ્ન જીવન ખુશહાલ રહેશે. અપરિણીતોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.
મિથુન રાશિ
સૂર્ય દેવનું રાશિ પરિવર્તન મિથુન રાશિના લોકોને લાભ કરાવશે. કારણ કે એક તો સૂર્યદેવ તમારી રાશિના સ્વામી બુધના મિત્ર છે. આ સાથે સૂર્યદેવ તમારી ગોચર કુંડળીના આવક અને લાભના સ્થાન પર સંચરણ કરવા જઈ રહ્યા છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. તમારી કરિયર, બિઝનેસને લઈને આગળ વધવાની દિશામાં પ્રયત્ન કરશો તો તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. કૌટુંબિક જીવનની વાત કરીએ તો આ સમય દરમિયાન સુખમય રહેશે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે.
તુલા રાશિ
તમારા માટે સૂર્યદેવનું ગોચર ફાયદાકારક રહી શકે છે. કારણ કે સૂર્યદેવ તમારી રાશિના સપ્તમ ભાવ પર સંચરણ ક રવા જઈ રહ્યા છે. આથી પરિણીત લોકોનું લગ્ન જીવન ખુશનુમા રહેશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. આ સમય દરમિયાન આર્થિક લાભ થશે. ઘણા સમયથી અટકેલા કાર્યો પૂરા થવાથી તમે રાહત મહેસૂસ કરશો. સૂર્યદેવ તમારી રાશિથી આવક ભાવના સ્વામી છે. આથી આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત પણ બનશે. રોકાણથી લાભ થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે