નાડાછડી વગર કેમ અધૂરી ગણાય છે પૂજા? જાણો નાડાછડીનો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે શું છે સંબંધ

શું તમે એ વાત પર ધ્યાન આપ્યું છે કે, ધર્મોમાં પૂજાપાઠ સાથે જોડાયેલ અનેક કાર્યોમા અનેક પ્રકારના નિયમો હોય છે અને તમામ ધાર્મિક કાર્યોની પાછળ કોઈને કોઈ વૈજ્ઞાનિક કારણ જરૂર હોય છે.એવી જ રીતે નાડાછડી બાંધવાનો પાછળ છે ખાસ મહત્વ..

નાડાછડી વગર કેમ અધૂરી ગણાય છે પૂજા? જાણો નાડાછડીનો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે શું છે સંબંધ

નરેશ ધારાણી, અમદાવાદઃ વિશેષ પૂજામાં હિન્દુ ધર્મમાં કાંડા પર નાડાછડી બાંધવાનો રિવાજ છે. નાડાછડીને હિન્દુઓમાં બહુ જ મહત્વનું માનવામાં આવે છે. પરંતુ શુ તમે જાણો છો કે, કાંડા પર નાડાછડી બાંધવાની પાછળ એક વૈજ્ઞાનિક તર્ક છે.જેનો વૈદો અને સ્વાસ્થ્ય સાથે સિધો સંબંધ છે.નાડાછડી બાંધવા માટે પણ અનેક નિયમો હોય છે.

ધર્મ શાસ્ત્રોના જામકારોના મત નાડાછડી બાંધવાની પ્રથા વર્ષો જૂની છે.જેમાં સૌપ્રથમ ઈન્દ્રાણીએ ઈન્દ્રને અને પછી દાનવીર રાજા બલિના અમરત્વ માટે વામન ભગવાને તેમના કાંડા પર રક્ષા સૂત્ર બાંધ્યું હતું.જેથી કાંડા પર દોરો બાંધતી વખતે તેની સાથે જોડાયેલા રાજા બલિનો મંત્ર પણ બોલવામાં આવે છે.એટલું જ નહીં વેદોમાં પણ રક્ષાસૂત્ર બાંધવાનું ઉલ્લેખ છે.

નાડાછડી વગર પૂજા અધૂરી માનવામાં આવે છે
હિન્દુ ધર્મમાં પૂજા અને અનુષ્ઠાન શરૂ કરતા પેલા તિલગ કરી નાડાછડી બાંધવાની પરંપરા છે.નાડાછડી બાંધવામાં ન આવે તો તેના વગર પૂજા અધૂરી માનવમાં આવે છે.નાડછડી એટલે સૂતરનો લાલ દોરો જેને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે.રક્ષાસૂત્રને મંત્રોના જાપ સાથે કાંડા પર બાંધવાથી દેવી-દેવતા પ્રશ્નન થતા હોવાનું માનવામાં આવે છે.એટલું જ નહીં નાડાછડી બાંધવાથી શરીરના દોષ પર નિયંત્રમ રહે છે.

નાડાછડીનો અર્થ
નાડાછડીનો અર્થ માથા સાથે પણ જોડાયેલ છે.નાડાછડી કાંડા પર બાંધવામાં આવે છે જેથી તેને કલાવા પણ કહેવામાં આવે છે.ગ્રંથોમાં ઘણી જગ્યાએ તેને મણિબંધ તરીકે વૈદિક નામ પણ આપવામાં આવ્યું છે.નાડાછડીના વિવિધ પ્રકાર પણ હોય છે.જેમાં શંકર ભગવાનના માથા ઉપર ચંદ્ર વિરાજમાન હોય છે એટલે શંકરભગાવનની પૂજામાં બંધાતા નાડાછડીને ચંદ્રમૌલી પણ કહેવામાં આવે છે.

કેવી રીતે બને છે નાડાછડી
કાચા દોરા એટલે કે સૂતરના દોરામાંથી નાડાછડી બનાવવામાં આવે છે.જેમાં ત્રણ રંગના દોરા હોય છે.લાલ, પીળો અને લીલો રંગનો દોરો નાડાછડીમાં હોય છે.પરંતુ ક્યારેક નાડાછડી 5 દોરાથી પણ બનાવવામાં આવે છે.જેમાં વાદળી અને સફેદ રંગનો દોરો ઉમેરવામાં આવે છે.જેમાં 3 દોરાની નાડાછડી ત્રિદેવો અને 5 દોરા પંચદેવોનું પ્રતિક માનવામાં આવે છે.

નાડાછડી બાંધવાના નિયમ
શાસ્ત્રો મુજબ નાડાછડી પુરુષો અને મહિલાઓના જમણાં હાથના કાંડા પર બાંધવામાં આવે છે.જેમાં નાડછડી બાંધતી વખતે હાથની મુઠ્ઠી બંધ હોવી જોઈએ.કાંડા પર આ સુત્રને માત્ર 3 વખત જ લપેટી વૈદિક વિધિ સાથે બાંધવું જોઈએ.મોટા ભાગે રક્ષાસૂત્ર સંક્રાંતિના દિવસે, યજ્ઞની શરૂઆતમાં, કોઈ ખાસ કાર્ય કરતા પહેલા, માંગલિક કામ, લગ્ન જેવા પ્રસંગોમાં બાંધવામાં આવે છે.

આયુર્વેદમાં નાડાછડી બાંધવાનું મહત્વ
વેદોમાં જણાવ્યા પ્રમાણે માનસિક વિકૃતિ અને યૂરિનને લગતી બીમારીથી બચાવવા માટે મણિબંધ એટલે કે કાંડાના ભાગને બાંધવામાં આવે છે.કાંડાને શરીરનું મર્મ સ્થાન ગણવામાં આવે છે જેથી કાંડાથી શરીરની ક્રિયાઓને નિયંત્રિત કરવા નાડાછડી બાંધવામાં આવે છે.જ્યારે ગભરામણ જેવું થાય ત્યારે એક હાથના કાંડા પર બીજા હાથની હથેળીને ગોળ ગોળ ફેરવવાથી રાહત મળે છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે નાડાછડીનો સીધો સંબંધ
ધાર્મિક માન્યતાઓ મુજબ નાડાછડીનો સીધો સંબંધ ત્રીદેવો એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે છે.મા સરસ્વતી, મા લક્ષ્મી અને મા પાર્વતીની મહાશક્તિ સાથે નાડાછડીનો સંબંધ છે.નાડાછડી બાંધવાથી ત્રણેય મહાશક્તિની કૃપાદ્રષ્ટિ તમારા પર રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news