શુક્રવારે આ ઉપાય કરશો તો તરી જશે તમારી સાત પેઢીઓ, ઘરમાં થશે ધનનો ઢગલો

Shukrawar Ke Upay: સંતોષી માતાની પૂજામાં ગોળ-ચણાનો ભોગ ચઢાવો અને પ્રસાદ પરિવારના તમામ સભ્યોને આપો. માત્ર વિધિ-વિધાનથી વ્રત કરવું જરૂરી નથી, વ્રત પછી તેનું સારી રીતે ઉદ્યાપન કરવું પણ જરૂરી છે. જો તમે એવું નહીં કરો તો તમારા વ્રતનું પૂરું ફળ નહીં મળે.

શુક્રવારે આ ઉપાય કરશો તો તરી જશે તમારી સાત પેઢીઓ, ઘરમાં થશે ધનનો ઢગલો

Shukrawar Ke Upay: આપણે સૌ જાણીએ છીએ કે, હિંદુ ધર્મમાં સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. એટલા માટે વાર મુજબ દેવી-દેવતાઓની વિશેષ પૂજા કરવામાં આવે છે. અને તેમના પ્રસન્ન કરવા માટે વ્રત રાખવામાં આવે છે. આ ઉપાયોથી ભગવાનની કૃપા આપણા પર રહે છે. શાસ્ત્રોમાં પણ એવા ઘણા વ્રત અને પૂજાના નિયમો આપ્યા છે. જેમાં કહેવાયું છે કે, આ નિયમોનું પાલન ન થાય તો દેવી-દેવતાઓ નારાજ થઈ શકે છે. તેવી જ રીતે શુક્રવારે સંતોષી માતાનું વ્રત રાખવામાં આવે છે. આ વ્રતને કરતાં પહેલાં 4 નિયમો વિશે જાણી લેવું જરૂરી છે. 

સંતોષી માતાની પૂજામાં ગોળ-ચણાનો ભોગ ચઢાવો અને પ્રસાદ પરિવારના તમામ સભ્યોને આપો. માત્ર વિધિ-વિધાનથી વ્રત કરવું જરૂરી નથી, વ્રત પછી તેનું સારી રીતે ઉદ્યાપન કરવું પણ જરૂરી છે. જો તમે એવું નહીં કરો તો તમારા વ્રતનું પૂરું ફળ નહીં મળે. માટે તમારે સંતોષી માતાનું વ્રત રાખતા સમયે તમે જેટલા વ્રત કરવોનો સંકલ્પ કર્યો હતો એટલા વ્રત પૂરા કરો અને તે પછી વિધિ-વિધાનથી તેને ઉજવો.

પરિવારમાં જે સંતોષી માતાનું વ્રત રાખે છે તેમના સિવાય આખા પરિવારના સભ્યોએ પણ વ્રત વાળા દિવસે નોનવેજ અને દારૂનું સેવન ન કરવું. જો કોઈ એવું કરશે તો સંતોષી માતાના ક્રોધનો શિકાર બની શકે છે. સંતોષી માતાના વ્રતમાં ખાટી ચીજવસ્તુઓ ખાવ. અને આ દિવસે ઘરમાં બહારથી કોઈ ચીજવસ્તુ ન લાવો. આ દિવસે શક્ય હોય તો પરિવારના સભ્યોને પણ ખાટી વસ્તુ ખાવાની ના પાડો. જ્યોતિષ શાસ્ત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છેકે, જો શુક્રવારે તમે માતાજીનું પૂજન કરશો, એમને ગમતા કામો કરશો, તો માતાજી તમારા પર પ્રસન્ન થશે. એવું કહેવાય છેકે, સંતોષી માતા જ્યારે પ્રસન્ન થાય ત્યારે તે તમને જીવનમાં કોઈવસ્તુની કમી ન રહે તેવા આશીર્વાદ આપી દે છે. ધન-વૈભવનો પણ વરસાદ થઈ જાય છે.

(નોંધઃ આ લેખમાં આપેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news