50 વર્ષ પછી લાગી રહ્યું છે આવું સૂર્યગ્રહણ, જાણો કેમ છે ખાસ, શું ભારતમાં જોવા મળશે આ નજારો?

સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ સમયાંતરે જોવા મળતી ખગોળીય ઘટના છે પરંતુ ક્યારેક કેટલાક ગ્રહણની સ્થિતિ એવી હોય છે, જે વર્ષો બાદ જોવા મળે છે. આ વર્ષે 8 એપ્રિલે આવી ખગોળીય ઘટના જોવા મળશે. 

50 વર્ષ પછી લાગી રહ્યું છે આવું સૂર્યગ્રહણ, જાણો કેમ છે ખાસ, શું ભારતમાં જોવા મળશે આ નજારો?

નવી દિલ્હીઃ આ વર્ષે 8 એપ્રિલે એક ખગોળીય ચમત્કાર થવાનો છે. પૂર્ણ સૂર્ય ગ્રહણ એક દુર્લભ ખગોળીય ઘટના છે અને આ પ્રકારની ઘટના ક્યારેક જોવા મળે છે. જ્યારે પૂર્ણ સૂર્ય ગ્રહણની સ્થિતિ હોય છે તો આકાશમાં થોડા સમય માટે અંધારૂ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય છે, આ દરમિયાન ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દે છે, જેના કારણે સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચી શકતા નથી. માત્ર થોડા સમય માટે થાય છે.

50 વર્ષ પહેલા જોવા મળ્યો હતો આવો નજારો
આ છેલ્લા 50 વર્ષનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ હશે. પૂર્ણ સૂર્ય ગ્રહણ એવો અદ્ભુત નજારો 50 વર્ષ પહેલા જોવા મળ્યો હતો. હવે લોકો તેને ફરી જોઈ શકશે. 8 એપ્રિલે લાગનાર સૂર્ય ગ્રહણ વર્ષનું સૌથી લાંબુ સૂર્ય ગ્રહણ હોવાની આશા છે. તે લગભગ 7.5 મિનિટ સુધી ચાલી શકે છે. 

ક્યારે અને કયાં લાગશે પૂર્ણ સૂર્ય ગ્રહણ?
વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ 2024ના લાગવાની આશા છે. તે બપોરે 2.14 કલાકથી શરૂ થઈને 2.20 કલાક સુધી ચાલશે. આ સૂર્ય ગ્રહણ કેનેડા, મેક્સિકો, ઉત્તરી અમેરિકાના કેટલાક ભાગમાં અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં જોવા મળશે. ભારતમાં આ દુર્લભ નજારો જોવા મળશે નહીં. પૂર્ણ સૂર્ય ગ્રહણના એક દિવસ પહેલા ચંદ્રમા, પૃથ્વીની ખુબ નજીક હશે જેના કારણે આકાશ સામાન્યથી થોડું મોટું જોવા મળશે સાથે આ સૂર્ય ગ્રહણ માટે એક આદર્શ ગોઠવણી બનાવશે અને એક સુંદર બ્રહ્માંડીય દ્રશ્ય પણ બનાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news