Good Luck Upay: તમારું ભાગ્ય પણ મારશે પલટી, આજથી જ અપનાવો આ સરળ ઉપાય, દરેક કામમાં ભાગ્ય આપશે સાથ

Good Luck Upay: હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનના દેવી કહેવાયા છે અને માતા લક્ષ્મીને શુક્રવારનો દિવસ સમર્પિત હોય છે. જો તમારે દુર્ભાગ્યથી પીછો છોડાવવો હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમને લાલ ગુલાબ અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે.

Good Luck Upay: તમારું ભાગ્ય પણ મારશે પલટી, આજથી જ અપનાવો આ સરળ ઉપાય, દરેક કામમાં ભાગ્ય આપશે સાથ

Good Luck Upay: તમે ઘણા લોકોના મોઢે આ વાત સાંભળી હશે કે નસીબ જ ખરાબ છે.. આવું લોકો એટલા માટે કહેતા હોય છે કે અનેક પ્રયત્નો છતાં દુર્ભાગ્ય તેમનો સાથ છોડતું નથી અને મહેનત કર્યા પછી પણ તેમને સફળતા મળતી નથી. જોકે જીવનમાં જ્યારે વારંવાર નિષ્ફળતા મળે તો તેની પાછળ નસીબ નહીં પરંતુ ગ્રહોનો દુષ્પ્રભાવ પણ જવાબદાર હોઈ શકે છે. આજે તમને એવા સરળ ઉપાયો વિશે જણાવીએ જેને અપનાવીને તમે તમારા દુર્ભાગ્યથી છુટકારો મેળવી શકો છો. આ ઉપાયો કરવાથી તમને પણ ભાગ્ય સાથ આપશે.

નકારાત્મક ઉર્જા

જે ઘરમાં નકારાત્મક ઊર્જા વધારે હોય ત્યાં રહેતા લોકોને નિષ્ફળતા મળે છે. આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં રોજ પૂજા પાઠ કરો. સાથે જ ભગવાન સમક્ષ રોજ કપૂર સળગાવો. આ સિવાય નહાવાના પાણીમાં કપૂરનું તેલ ઉમેરી તેનાથી સ્નાન કરવાનું રાખો.

મીઠાનો ઉપાય

વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠું પણ ખૂબ જ પ્રભાવશાળી અને ઉપયોગી વસ્તુ છે. જો તમે ઘરમાં પોતા કરવાના પાણીમાં મીઠું ઉમેરીને તેનો ઉપયોગ કરો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને દુર્ભાગ્યથી છુટકારો મળશે.

શુક્રવારે કરો આ કામ

હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનના દેવી કહેવાયા છે અને માતા લક્ષ્મીને શુક્રવારનો દિવસ સમર્પિત હોય છે. જો તમારે દુર્ભાગ્યથી પીછો છોડાવવો હોય તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમને લાલ ગુલાબ અર્પણ કરો. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news