શ્રીરામને અત્યંત પ્રિય છે આ 5 રાશિઓ, દરેક સંકટથી રાખે દૂર, ધનના અખૂટ ભંડાર રાખે

Shri Ram Priya Rashi:  પ્રભુ શ્રીરામ ભગવાન વિષ્ણુના અવતારોમાંથી એક છે જેમની કૃપા કેટલીક રાશિના જાતકો પર વિશેષ રીતે હોય છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...

શ્રીરામને અત્યંત પ્રિય છે આ 5 રાશિઓ, દરેક સંકટથી રાખે દૂર, ધનના અખૂટ ભંડાર રાખે

Shri Ram Priya Rashi: અયોધ્યામાં 500 વર્ષનો ઈન્તેજાર ખતમ થયો અને રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. ભગવાન શ્રીરામના નામ જપવા માત્રથી જ વ્યક્તિના જીવનના તમામ દુ:ખ દુર થાય છે. આ અવસરે અમે તમને ભગવાન રામની ખુબ જ ખાસ રાશિઓ વિશે જણાવીશું. પ્રભુ શ્રીરામ ભગવાન વિષ્ણુના અવતારોમાંથી એક છે જેમની કૃપા કેટલીક રાશિના જાતકો પર વિશેષ રીતે હોય છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...

તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ તુલા રાશિના જાતકો પર ભગવાન રામની વિશેષ કૃપા રહે છે. આ રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના લોકો ખુબ ધાર્મિક હોય છે. તેઓ અનેક પ્રકારના ધાર્મિક અને સામાજિક સેવા ગતિવિધિઓમાં સામેલ રહે છે. શ્રીરામ ચંદ્રના આશીર્વાદથી તુલા રાશિના જાતકોને ધાર્મિક શક્તિ અને ઉચ્ચ આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ જાતકો કોઈ પણ કપરી પરિસ્થિતિમાં લડી શકે છે. 

મિથુન રાશિ
મિથુન રાશિવાળા પણ રઘુપતિના પ્રિય માનવામાં આવે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓથી ભગવાન રામ પોતે તેમને બચાવે છે. કોઈ મોટી મુશ્કેલી કે પછી સંકટ સમયે રામના નામના દમ પર કોઈ પણ જોખમ પર વિજય મેળવી શકે છે. આ લોકો જીવનમાં મોટી સફળતા અને પ્રસિદ્ધિ મેળવે છે. 

કર્ક રાશિ
જ્યોતિષ ગણતરી મુજબ કર્ક રાશિના જાતકો પણ ભગવાન શ્રીરામના ખુબ ખાસ ગણાય છે. ભગવાન શ્રીરામની કૃપાથી લોકપ્રિયતા અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. કર્ક રાશિવાળા જાતકોને પણ રામજીની કૃપાથી કાર્યક્ષેત્રમાં સુધારની તક મળે છે. પરિવારમાં હંમેશા ખુશીનો માહોલ રહે છે. 

કુંભ રાશિ
કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. આ લોકો સ્વભાવથી મહેનતુ હોય છે. કુંભ રાશિવાળા પર શ્રીરામની કૃપા જળવાઈ રહે છે. ભગવાન શ્રીરામની કૃપાથી તેઓ પોતાની મહેનતથી જીવનમાં મોટી સફળતા મેળવતા હોય છે. રામની કૃપાથી જીવનમાં ખરાબ સમય આવવા છતાં પણ તેઓ અડગ મનોબળ ધરાવે છે, તૂટતા નથી. તેઓ એ વાત જાણે છે કે પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મુશ્કેલ સમયમાં કેવી રીતે રહેવું. 

મીન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ મીન રાશિનો સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે. મીન રાશિવાળા પર રામજીની કૃપા હંમેશા રહે છે. શ્રીરામની કૃપાથી તેમના જીવનમાં ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. મીન રાશિના જાતકોને સમાજમાં ઉચ્ચ પદ, યશ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news