Shaniwar Upay: શનિવારે ભુલ્યા વિના કરી લો સરસવના તેલનો દીવો, વાળ પણ વાંકો નહીં કરી શકે વક્રી શનિ
Shaniwar Upay: જો શનિ દોષથી બચવું હોય અને શનિ કૃપા પ્રાપ્ત કરવી હોય તો શનિવારના દિવસે આ કામ કરી લેવું. જે વ્યક્તિ શનિવારે આ ઉપાય કરી લે છે તેનો વાળ પણ વાંકો શનિદેવ નથી કરી શકતા. શનિવારે શનિ કૃપા પ્રાપ્ત કરવી હોય તો સરસવના તેલનો દીવો કરવો જોઈએ.
Trending Photos
Shaniwar Upay: સપ્તાહના સાતેય દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. જેમાં શનિવારનો દિવસ હનુમાનજી અને શનિદેવની પૂજા માટે સમર્પિત ગણાય છે. ખાસ કરીને શનિવારના દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે જેથી શનિ સંબંધિત દોષથી રાહત મળે. શાસ્ત્રો અનુસાર શનિદેવ સૌથી શક્તિશાળી ગ્રહ છે. તે વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે. શનિની દશા દરમ્યાન જીવનમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ આવે છે. શનિદોષને સૌથી ભયંકર માનવામાં આવે છે તેથી લોકો શનિદેવથી ભયભીત પણ રહે છે.
જોકે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને પણ પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક ઉપાય તો એકદમ સરળ છે અને તેને કોઈપણ વ્યક્તિ કરી શકે છે. જો શનિ દોષથી બચવું હોય અને શનિ કૃપા પ્રાપ્ત કરવી હોય તો શનિવારના દિવસે આ કામ કરી લેવું. જે વ્યક્તિ શનિવારે આ ઉપાય કરી લે છે તેનો વાળ પણ વાંકો શનિદેવ નથી કરી શકતા. શનિવારે શનિ કૃપા પ્રાપ્ત કરવી હોય તો સરસવના તેલનો દીવો કરવો જોઈએ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવાર શનિદેવને સમર્પિત દિવસ છે આ દિવસે શનિદેવ સામે સરસવના તેલનો દીવો કરવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. સરસવના તેલનો દીવો કરીને શનિદેવને જે પણ પ્રાર્થના કરવા આવે તે ભગવાન સુધી પહોંચે છે અને શનિ કૃપા પ્રાપ્ત થાય છે. શનિ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો શનિવારે સાંજના સમયે શનિ મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો કરવો જોઈએ.
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદોષ હોય તો અને શનિ સંબંધિત અશુભ ફળથી વ્યક્તિ પરેશાન હોય તો તેણે શનિવારે સાંજના સમયે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરવો. જ્યારે દીવો કરીને પરત ફરો ત્યારે પાછળ ફરીને ન જોવું. આ ઉપાય કરીને સીધા ઘરે આવી જવું. આ ઉપાય કરવાથી શનિ સંબંધિત દોષ દૂર થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ સંબંધિત કષ્ટ જીવનમાં વધારે હોય તો શનિવારે બજરંગ બલીની પૂજા કરવાથી લાભ થાય છે. શનિવારે હનુમાનજીની સામે તેલનો દીવો કરીને સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. તેનાથી અશાંત ગ્રહ શાંત થાય છે અને શનિદોષથી પણ છુટકારો મળે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે