Masik Rashifal 2024: ઓગસ્ટ મહિનામાં આ રાશિઓ પર શનિ છે ભારે, 31 દિવસ હશે કભી ખુશી કભી ગમ જેવા
Masik Rashifal 2024: શનિદેવને સૌથી નિષ્ઠુર માનવામાં આવે છે. જોકે આ વાત સંપૂર્ણ સત્ય નથી. શનિદેવ હકીકતમાં વ્યક્તિને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. એટલે કે જે વ્યક્તિના કર્મ જેટલા ખરાબ હોય એટલી જ પીડા તેને શનિદેવ આપે છે. તેવી જ રીતે જે વ્યક્તિ ખરાબ કર્મ કરવાથી બચે છે તેને શનિદેવ કષ્ટ આપતા નથી.
Trending Photos
Masik Rashifal 2024: બધા જ ગ્રહોમાં શનિદેવને સૌથી નિષ્ઠુર માનવામાં આવ્યા છે. કહેવાય છે કે જેનાથી શનિદેવ નારાજ થાય તેના જીવનમાંથી ખુશીઓ છિનવાઇ જાય છે. જોકે આ વાત સંપૂર્ણ સત્ય નથી. શનિદેવ હકીકતમાં વ્યક્તિને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. એટલે કે જે વ્યક્તિના કર્મ જેટલા ખરાબ હોય એટલી જ પીડા તેને શનિદેવ આપે છે. તેવી જ રીતે જે વ્યક્તિ ખરાબ કર્મ કરવાથી બચે છે તેને શનિદેવ કષ્ટ આપતા નથી.
ઓગસ્ટ મહિનો કેવો રહેશે ?
શનિદેવના ક્રોધથી દરેક વ્યક્તિ ડરે છે તેથી જ તેને શાંત કરવા માટેના ઉપાયો પણ કરતા હોય છે. શનિદેવ જ્યારે રાશિ બદલે છે ત્યારે પણ કેટલીક રાશિના લોકો પણ મુસીબતોના અંબાર સર્જાઈ જાય છે. ગણતરીના દિવસોમાં ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે. ઓગસ્ટ મહિનામાં ત્રણ રાશિના લોકોના જીવનમાં શનિદેવ ઉથલપાથલ સર્જી શકે છે. આજે તમને આ ત્રણ રાશિ વિશે જણાવીએ અને સાથે જણાવીએ કે શનિદેવના ક્રોધથી બચવા માટે આ રાશિના લોકોએ શું કરવું ?
ઓગસ્ટ મહિનામાં આ રાશિ પર શનિ છે ભારી
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો કભી ખુશી કભી ગમ જેવો રહેશે. આ રાશિના લોકોને કુંડળી ષડાષ્ટક દોષ બની રહ્યો છે. આ દોષના કારણે જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જોકે કોઈપણ સ્થિતિ સર્જાય મનને શાંત રાખીને તેનો સમાધાન લાવવો. જો આ મહિના દરમિયાન ક્રોધમાં કોઈ ખોટો નિર્ણય કર્યો હતો તેનું નુકસાન ઉઠાવવું પડશે. આ સમય દરમિયાન ખોટા લોકોનો સાથ છોડો અને જરૂરિયાત મંદની સહાય કરો.
મકર રાશિ
ઓગસ્ટ મહિનો મકર રાશિ માટે પણ ભારે રહેવાનો છે કારણ કે રાહુની પંચમ દૃષ્ટિ આ રાશિ પર પડી રહી છે. આ સમય દરમિયાન પાર્ટનર પ્રત્યે વફાદાર રહેવું અને તેને સન્માન આપવું. જો પાર્ટનરનો અનાદર કરશો તો શનિના ક્રોધનો શિકાર બની જશો. આ સમય દરમિયાન ખોટું કામ કરવાથી બચવું નહીં તો સામાજિક પ્રતિષ્ઠાને હાની થશે. આર્થિક નુકસાન પણ થઈ શકે છે. જોકે ઓગસ્ટ મહિનામાં મકર રાશિની કુંડળીમાં નવપંચમ યોગ પણ બની રહ્યો છે જેના કારણે ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે.
સિંહ રાશિ
ઓગસ્ટ મહિનામાં આ રાશિમાં લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે. પરંતુ આ મહિના દરમિયાન વ્યસનથી દૂર રહેવું. આ સિવાય ઓગસ્ટ મહિનામાં જીવનના કોઈ મોટા નિર્ણય કરવા પડી શકે છે.. સિંહ રાશિના લોકોએ કોઈનું અપમાન કરવાથી બચવું અન્યથા શનિદેવનો ક્રોધ સહન કરવો પડશે. જોકે આ સમય દરમિયાન શુભ યોગના કારણે અટકેલા કામ પુરા પણ થવા લાગશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે