Shani Vakri: વક્રી થયેલો શનિ આ 3 રાશિવાળાને અઢળક ફાયદો કરાવશે, પ્રમોશનની પૂરેપૂરી શક્યતા

Shani Vakri 2023 Effects: 17 જૂનથી શનિની ચાલ વક્રી થઈ ચૂકી છે. 4 નવેમ્બર 12.30 વાગ્યા સુધી તે રહેશે. શનિ મહારાજ લગભગ 140 દિવસમાં વિવિધ રાશિઓના લોકોને કરિયરમાંશું આપશે અને કઈ રીતે સાવધાન કરી રહ્યા છે તે ખાસ જાણો. 

Shani Vakri: વક્રી થયેલો શનિ આ 3 રાશિવાળાને અઢળક ફાયદો કરાવશે, પ્રમોશનની પૂરેપૂરી શક્યતા

Shani Vakri 2023 Effects: 17 જૂનથી શનિની ચાલ વક્રી થઈ ચૂકી છે. 4 નવેમ્બર 12.30 વાગ્યા સુધી તે રહેશે. શનિ મહારાજ લગભગ 140 દિવસમાં વિવિધ રાશિઓના લોકોને કરિયરમાંશું આપશે અને કઈ રીતે સાવધાન કરી રહ્યા છે તે ખાસ જાણો. 

મેષ
મેષ લગ્ન અને રાશિવાળાને ધૈર્ય સાથે કામ કરતા કઠોર મહેનત કરવી પડશે તો પ્રમોશનની શક્યતા રહેશે. કાર્યમાં વિલંબ કરવો યોગ્ય નથી. બની શકે કે બોસ તમરા કાર્યની અપડેટ માંગે. ઓફિસમાં તમારા વિરુદ્ધ થઈ રહેલા ષડયંત્રોથી બચવું પડશે. બોસની પાસે લોકો ખોટું ફિડિંગ ન કરી શકે, આથી તમારા કામને પરફેક્ટ રાખો અને તમારા અધિકારીઓ સાથે સંવાદ જાળવી રાખો. મેષ રાશિના જે લોકો વર્તમાન સ્થળ પર પ્રોગ્રેસ ન થવાથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને નવી નોકરીની ઓફર આવી શકે છે. 

વૃષભ
વૃષભ રાશિવાળાનું પ્રોફેશનલ નેટવર્ક વધશે. જો અનેક દિવસથી તમે કરિયરને વધુ સારી કરવા માટે કઈક પ્લાનિંગ કરી રહ્યા હતા તો હવે તે પ્લાનને એક્ટિવેટ કરવાનો સમય આવી ગયો છે. વૃષભનો અર્થ છે બળદ. જે લોકોએ અત્યાર સુધી બળદની જેમ ખુબ મહેનત કરી છે પરંતુ યોગ્ય પરિણામ મળ્યું નથી. તેમને હવે શનિદેવ વ્યાજ સહિત ફળ આપશે. પરંતુ કઠોર તપસ્યા કરતા રહો. પરિણામ સારા આવનારા છે. ઓફિસમાં કોણ પોતાનું છે અને કોણ પારકું છે, કોણ પીઠ પાછળ ફીડબેક ખરાબ કરી રહ્યા છે અને કયા લોકોને તમારી પ્રગતિથી ઈર્ષા થઈ રહી છે, વક્રી શનિ આ છૂપાયેલી ચીજોને કાઢીને બહાર કરશે. બહુ અધિક ઈમોશનલ થઈને કામ કરવાથી તમને નુકસાન થઈ શકે છે. કાર્ય ધીમી કરવાની આદત હોય તો બદલી નાખો અને ફૂલ એક્ટિવ થઈને કામ પૂરું કરો. ઓફિસમાં પ્રમોશન ન થાય કે પરિશ્રમનું ફળ ન મળે તો પણ તમારા બોસ વિરુદ્ધ કોઈ ટિપ્પણી ન કરો. બની શકે કે શનિદેવ તમારા ધૈર્યની પરીક્ષા લઈ રહ્યા હોય. તેમની પરીક્ષામાં પાસ થતા જ મોટું પરિણામ મળશે. એ વાતનું ધ્યાન રાખો કે એક ભૂલ બીજીવાર ન થાય નહીં તો ઈમેજ ખરાબ થશે. 

મિથુન
મિથુન રાશિવાળાએ ભાગ્યના ભરોસે હાથ પર હાથ રાખીને બેસવાનું નથી. કોઈ પણ પ્રકારે આળસને હાવી થવા ન દો. કારણ કે હવે જે શનિ વક્રી થયા છે તે તમારા પરિશ્રમને જોઈને ફળ આપશે. જે લોકો પોતાની ઓફિસમાં કોન્ફિડેન્શિયલ ડોક્યુમેન્ટ પોતાની પાસે રાખે છે તેમણે સુરક્ષા વધારવી જોઈએ. મહત્વપૂર્ણ દસ્તાવેજો, ફાઈલ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ તથા કોમ્પ્યુટર વગેરે તમામ પ્રકારે ડેટા સિક્યુરિટી પર ફોકસ કરવું પડશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news