15 દિવસ બાદ આ 3 રાશિવાળાના જીવનમાં શનિદેવની કૃપાથી ધરમૂળ ફેરફાર થશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે
Shanidev Blessings: શનિ ગ્રહ સમયાંતરે રાશિ પરિવર્તન કરવાની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. હાલ શનિ પૂર્વાભાદ્રપદના પ્રથમ પદમાં બિરાજમાન છે. હવે તે મહિનાની 12 તારીખે સવારે 8.07 વાગે પૂર્વાભાદ્રપદના દ્વિતિય પદમાં જશે. આ સાથે જ આ પદ એટલે કે તબક્કામાં શનિ 18 ઓગસ્ટ સુધી રહેશે. આ ફેરફારથી કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થશે.
Trending Photos
ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે શનિ ગ્રહ સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે. આ સાથે જ શનિ મહત્વપૂર્ણ ગ્રહોમાંથી એક છે. આ ગ્રહ જાતકોના માન સન્માન, ધન, સ્વાસ્થ્ય, પ્રગતિ, બિઝનેસ, સંબંધો વગેરે પર અસર કરે છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેને સાડા સાતી અને ઢૈય્યાનો હક મળેલો છે. આવામાં શનિના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર પડે છે. શનિ સમયાંતરે રાશિ પરિવર્તન કરવાની સાથે સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. અત્રે જણાવવાનું કે હાલ શનિ પૂર્વાભાદ્રપદના પ્રથમ પદમાં બિરાજમાન છે. હવે તે મહિનાની 12 તારીખે સવારે 8.07 વાગે પૂર્વાભાદ્રપદના દ્વિતિય પદમાં જશે. આ સાથે જ આ પદ એટલે કે તબક્કામાં શનિ 18 ઓગસ્ટ સુધી રહેશે. આ ફેરફારથી કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ પૂર્વાભાદ્રપદ નક્ષત્ર 25મું નક્ષત્ર ગણાય છે. જેના પહેલા ત્રણ તબક્કા કુંભ રાશિમાં પડે છે જ્યારે અંતિમ તબક્કો મીન રાશિમાં પડે છે. પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા તબક્કામાં જાતકોની અંતર વધુ ઉર્જા રહે છે. આવામાં આ રાશિના જાતકોને ભૌતિક સુખ મળશે. બુદ્ધિ, પ્રેમ, અને આકર્ષણ વધશે. આ સાથે જ સમાજમાં માન સન્માન વધશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
મેષ રાશિ
શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવાથી આ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આવામાં આ રાશિના જાતકોની આવકમાં ઝડપથી વધારો થશે. અચાનક ધનલાભના યોગ પણ બની શકે છે. અટવાયેલા પૈસા પાછા મળશે. આ સાથે જ ભવિષ્ય માટે ધન ભેગું કરવામાં પણ સફળ રહેશો. પરિવાર સાથે સારો સમય વિતશે. આ સાથે સમાજમાં માન સન્માન વધશે. બુદ્ધિના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. નોકરીયાતોને કાર્યસ્થળ પર સમય સારો વિતશે. સરકારી નોકરી માટે તૈયારી કરતા લોકોને સફળતા મળી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું લાભકારી રહી શકે છે. બધુ મળીને શનિના પૂર્વાભાદ્રપદના બીજા તબક્કામાં જવાથી આ રાશિવાળાને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે.
કન્યા રાશિ
આ રાશિના જાતકો માટે શનિના પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં જવાનું લાભકારી સિદ્ધ થઈ શકે છે. શનિની ચાલમાં ફેરફાર થવાના કારણે આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. નોકરી, બિઝનેસમાં લાભ મળવાના એંધાણ છે. કાર્યક્ષેત્રે તમારા કામની પ્રશંસા થશે. જેના કારણે બોનસ, ઈન્ક્રિમેન્ટ ઉપરાંત કોઈ મોટી જવાબદારી મળશે. વેપારમાં ખુબ લાભ મળવાની તક છે. લાંબા સમયથી જે મંદીના વાદળો છવાયેલા હશે તે દૂર થશે. ખોટ નફામાં ફેરવાઈ શકે છે. કરિયરના ક્ષેત્રે પણ લાભ મળશે. જે જાતકો ઈન્ટરવ્યુની તૈયારી કરી રહ્યા છે તેમને પણ સફળતા મળી શકે છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે દૂર થઈ શકે છે. સ્વાસ્થ્ય સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.
ધનુ રાશિ
આ રાશિના જાતકો ઉપર પણ ભગવાન શનિની વિશેષ કૃપા રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. તમે તમારી બુદ્ધિના દમ પર દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. બેરોજગાર જાતકોને નોકરી મળી શકે છે. નોકરીયાતોને કાર્યક્ષેત્રમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. જો કે તેમા પણ લાભ થશે. નવી નોકરી શોધી રહેલા લોકોને પણ અનેક તકો મળી શકે છે. આ સાથે જ બિઝનેસમાં પણ ખુબ સફળતાની સાથે ધનલાભ મળી શકે છે. જો કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હોય તો આ સમયગાળામાં સારા પરિણામો મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે