કુંભ રાશિમાં 365 દિવસ રહેશે શનિ દેવ, આ જાતકો માટે લાભકારી રહેશે વર્ષ 2024
Kumbh-Shani Rashifal: શનિ દેવની ચાલનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડે છે. 2024માં કુંભ રાશિમાં શનિ દેવ બિરાજમાન રહેવાથી કેટલીક રાશિઓને લાભ થઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ શનિ દેવને કર્મ ફળદાતા અને ન્યાય મૂર્તિના રૂપમાં ઓળખવામાં આવે છે. બધા ગ્રહોના મુકાબલે શનિ દેવ ખુબ ધીમી ગતિથી એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. શનિની ચાલનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડે છે. શનિ શુભ થવાથી વ્યક્તિ રંકથી રાજા બની જાય છે પરંતુ શનિના અશુભ પ્રભાવથી વ્યક્તિની દુર્ગતિ થાય છે. તો શનિ દેવ વર્તમાનમાં કુંભ રાશિમાં બિરાજમાન છે અને આવનારા નવા વર્ષ એટલે કે 2024માં આ રાશિમાં રહેશે. 2024માં શનિ ચાલ નહીં બદલે પરંતુ તેમની સ્થિતિમાં જરૂર ફેરફાર થશે. આવો જાણીએ વર્ષ 2024માં શનિ કયાં જાતકો પર મહેરબાન રહેવાના છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે કુંભ રાશિમાં બિરાજમાન શનિ શુભ પરિણામ આપવાના છે. તમારી લાઇફમાં પોઝિટિવિટી બનેલી રહેશે. સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચડાવ રહેશે. તેથી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. વિદ્યાર્થીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે. તો પરિવારના સભ્યોની સાથે ફરવા જઈ શકો છો. આર્થિક સ્થિતિ પણ સરી રહેવાની છે.
સિંહ રાશિ
કુંભ રાશિમાં બિરાજમિન શનિ સિંહ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને આર્થિક લાભ થવાની સંભાવના છે. વેપારીઓને કોઈ સારા ઈન્વેસ્ટર્સ મળી શકે છે. લવ લાઇફમાં થોડો ઉતાર-ચઢાવ રહેશે, જેનો વાતચીત દ્વારા ઉકેલ લાવી શકાય છે. કરિયર લાઇફમાં નવા ટાસ્ક મળી શકે છે, જે તમારી પ્રગતિમાં મદદ કરી શકે છે.
મેષ રાશિ
2024માં શનિની ચાલ મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. શનિના શુભ પ્રભાવથી ઘણા કાર્યોમાં સફળતા મળશે. સમાજમાં માન-સન્માન વધશે. આર્થિક મામલામાં તમે સમજી વિચારીને નિર્ણય લઈ શકો છો. તો રોકાણ માટે તમને નવા વિકલ્પ મળી શકે છે.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે