Surya Grahan 2024: સૂર્ય ગ્રહણ પહેલાં શનિનું નક્ષત્ર પરિવર્તન, મળશે નવી નોકરી, પગાર પણ વધશે

Shani Nakshatra Parivartan 2024: જલદી જ 2024 નું પ્રથમ સૂર્ય ગ્રહણ લાગવા જઇ રહ્યું છે. સૂર્ય ગ્રહણ પહેલાં દંડાધિકારી શનિ પણ નક્ષત્ર પરિવર્તન કરીને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. 

Surya Grahan 2024: સૂર્ય ગ્રહણ પહેલાં શનિનું નક્ષત્ર પરિવર્તન, મળશે નવી નોકરી, પગાર પણ વધશે

Surya Grahan 2024: 8 એપ્રિલના રોજ વર્ષ 2024 નું પ્રથમ સૂર્ય ગ્રહણ લાગશે. આ સૂર્ય ગ્રહણ મીન રાશિમાં લાગશે. સાથે જ સૂર્ય ગ્રહણના ફક્ત 2 દિવસ પહેલાં 6 એપ્રિલના રોજ કર્મફળદાતા શનિ નક્ષત્ર ગોચર કરીને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી ગુરૂ ગ્રહ છે. ન્યાયના દેવતા શનિનો ગુરુના નક્ષત્રમાં પ્રવેશ અને તેના થોડા કલાકો પછી સૂર્યગ્રહણની ઘટના ખૂબ જ પરિવર્તનકારી સમય સાબિત થઈ શકે છે. ગ્રહો અને તારાઓની સ્થિતિમાં આ ફેરફારો તમામ રાશિઓ પર અસર કરશે. 3 રાશિઓ માટે આ સૂર્યગ્રહણ અને ત્યાર બાદ શનિનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ રહેશે. આ લોકોને તેમના કરિયરમાં મોટો ફાયદો મળી શકે છે. નવી નોકરી, પગાર વધારો, ઇચ્છિત પદ અને પ્રતિષ્ઠા મળવાની પ્રબળ તકો છે.

3 ઓક્ટોબર સુધી શનિ વરસાશે કૃપા
શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં 6 એપ્રિલે બપોરે 3:55 મિનિટ પર પ્રવેશ કરશે અને ત્યાં 3 ઓક્ટોબર સુધી રહેશે. આ પ્રકારે તે 3 રાશિવાળા પર ઘણા દિવસો સુધી મહેરબાન રહેતા મોટો લાભ આપી શકે છે. આવો જાણીએ કે શનિનું આ નક્ષત્ર પરિવર્તન અને સૂર્ય ગ્રહણ કઇ રાશિવાળા માટે શુભ રહેવાનું છે. 

મેષ
શનિના નક્ષત્રમાં પરિવર્તનને કારણે મેષ રાશિના જાતકોને પ્રમોશન મળવાની પ્રબળ શક્યતાઓ છે. આ લોકો ખૂબ પૈસા કમાશે. કરિયરમાં ઉંચાઈઓને સ્પર્શશે. તમારા જીવનમાં એક પછી એક ઘણી ખુશીઓ આવશે. રોકાણ માટે સમય શુભ છે.

વૃષભ
પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવનો પ્રવેશ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ લોકોને તેમની પસંદગીની નોકરી મળશે. પગારમાં મોટો વધારો થઈ શકે છે. વેપારીઓને ફાયદો થશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. કરિયરમાં ઉંચી છલાંગ લાગશે. બધા અધૂરા કામ પૂરા થશે. આનાથી તમે ઘણી રાહત અનુભવશો.

મકર: 
મકર રાશિના લોકોને પણ શનિના નક્ષત્ર પરિવર્તનના શુભ ફળ મળશે. આર્થિક લાભની સાથે સમાજમાં માન-સન્માન મળશે. અટકેલા ધન પ્રાપ્ત થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તમારી કોઈપણ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણાકરીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news