Shani Dev: દિવાળી પહેલા શનિદેવ આ 4 રાશિવાળાનું ભાગ્ય ચમકાવશે, લખલૂટ ધનલાભ થશે

આ વર્ષે 12 નવેમ્બરે દિવાળીનું મહાપર્વ ઉજવવામાં આવશે. દિવાળીની બરાબર પહેલા શનિદેવ ચાલ ચલવા જઈ રહ્યા છે. 4 નવેમ્બરના રોજ શનિ કુંભ રાશિમાં જ માર્ગી થઈ જશે. હાલ શનિદેવ કુંભ રાશિમાં વક્રી થઈને ભ્રમણ કરી રહ્યા છે.

Shani Dev: દિવાળી પહેલા શનિદેવ આ 4 રાશિવાળાનું ભાગ્ય ચમકાવશે, લખલૂટ ધનલાભ થશે

આ વર્ષે 12 નવેમ્બરે દિવાળીનું મહાપર્વ ઉજવવામાં આવશે. દિવાળીની બરાબર પહેલા શનિદેવ ચાલ ચલવા જઈ રહ્યા છે. 4 નવેમ્બરના રોજ શનિ કુંભ રાશિમાં જ માર્ગી થઈ જશે. હાલ શનિદેવ કુંભ રાશિમાં વક્રી થઈને ભ્રમણ કરી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવ ફક્ત અશુભ ફળ નથી આપતા. શનિદેવ શુભ ફળ પણ આપે છે. શનિદેવના શુભ થવા પર વ્યક્તિનું જીવન રાજા સમાન થાય છે. શનિદેવના માર્ગી થતા જ કેટલાક રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગી જશે. દિવાળી પહેલા શનિદેવ કઈ રાશિવાળાનું ભાગ્ય પલટશે તે ખાસ જાણો. 

મેષ રાશિ

તમારા માન સન્માનમાં વધારો થશે. 
સ્વાસ્થ્ય સારું રહેશે. 
વેપારમાં નવી દિશામાં ધ્યાન કેન્દ્રીત કરો. 
સમય કારોબારની રીતે સારો છે. 
કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. 
કાર્યસ્થળ પર વાતાવરણ સારું રહેશે. અટવાયેલું ધન પાછું મળશે. 

વૃષભ રાશિ
વેપાર અંગે તમારું આર્થિક સંકટ દૂર થશે.
કોઈ શુભ સમાચાર મળી શકે છે. 
પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો છો. 
માન સન્માનમાં વધારો થશે અને અધિકારીઓ તમારાથી પ્રસન્ન રહેશે. 

મિથુન રાશિ

તમારા અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. 
લાભ થઈ શકે છે. લેવડ દેવડના મામલાની પતાવટ કરો. 
કાર્યક્ષેત્રમાં આશા કરતા વધુ ફળ મળશે. 
કલા પ્રત્યે ઝૂકાવ વધશે. 
વેપાર માટે સારો સમય છે. 
તમને આર્થિક લાભ થઈ શકે છે. 
કોઈ શુભ સમાચાર મળી શકે છે. 

ધનુ રાશિ

ભાગ્યોદય થવાનું નક્કી છે. ધન લાભ થશે. 
કૌટુંબિક જીવન સુખમય રહેશે. 
ખુબ માન સન્માન વધશે. પદ અને પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. 
રોકાણ કરવાથી લાભ થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news