Shani Ast 2024: કુંભ રાશિમાં શનિ થશે અસ્ત, 11 ફેબ્રુઆરીથી 3 રાશિના લોકો માટે લોઢાના ચણા ચાવવા જેવો સમય થશે શરુ
Shani Ast 2024: શનિ હાલ પોતાની જ રાશિ કુંભમાં બિરાજમાન છે અને અહીં 11 ફેબ્રુઆરી 2024 ના રોજ અસ્ત થઈ જશે. આ સાથે જ રાશિ ચક્રની ત્રણ રાશિ એવી છે જેમના માટે પણ 11 ફેબ્રુઆરી પછીનો સમય મુશ્કેલી ભર્યો રહેશે. આ રાશિના લોકોને આ સમય દરમિયાન સતર્ક રહેવાની જરૂર છે.
Trending Photos
Shani Ast 2024: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈપણ ગ્રહ પોતાની ચાલ બદલે છે તો તેની અસર દરેક રાશિના લોકોને પ્રભાવિત કરે છે. ખાસ કરીને શનિની ચાલમાં થતો ફેરફાર 12 રાશિઓના જીવનમાં ઉથલપાથલ સર્જે છે. 11 ફેબ્રુઆરી 2024 ના રોજ શનિ કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. શનિ ગ્રહ ન્યાયના દેવતા છે. કે દરેક વ્યક્તિને સારા અને ખરાબ કર્મ અનુસાર શુભ અને અશુભ ફળ આપે છે. શનિ હાલ પોતાની જ રાશિ કુંભમાં બિરાજમાન છે અને અહીં 11 ફેબ્રુઆરી 2024 ના રોજ અસ્ત થઈ જશે. ત્યારબાદ 26 માર્ચે શનિ ઉદય થશે.
શનિ ગ્રહના અસ્ત થવાથી ધન રાશિના લોકોને સાડાસાતીથી મુક્તિ મળી જશે અને મકર રાશિના લોકોનું સાડાસાતીનું બીજું ચરણ પૂરું થશે. મીન રાશિના લોકો માટે શનિની સાડાસાતીનું પહેલું ચરણ શરૂ થશે. આ સાથે જ રાશિ ચક્રની ત્રણ રાશિ એવી છે જેમના માટે પણ 11 ફેબ્રુઆરી પછીનો સમય મુશ્કેલી ભર્યો રહેશે. આ રાશિના લોકોને આ સમય દરમિયાન સતર્ક રહેવાની જરૂર છે.
મેષ રાશિ
મેષ રાશિના 11 માં ભાવમાં શનિ અસ્ત થશે આ સમય દરમિયાન મેષ રાશિના લોકોને ધન સંબંધિત બાબતોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન કામકાજમાં સફળતા મળવામાં વિલંબ થશે. નોકરી સંબંધિત નિર્ણય અટકી શકે છે. વેપારમાં નફો ઘટી શકે છે. શનિના પ્રભાવથી બચવા માટે નિયમિત રીતે ॐ માંડાય નમઃ મંત્રનો જાપ કરવો
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોને પણ નોકરી સંબંધિત બાબતોમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જોકે આ સમય દરમિયાન આ રાશિના લોકો પોતાના કામને લઈને સંતુષ્ટ રહેશે પરંતુ કરિયરને લઈને ચિંતિત જણાશે. આ સમય અવધિ દરમિયાન વેપારમાં નુકસાન થઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. શનિના અશુભ પ્રભાવ માટે શનિવારે ગરીબોને કપડાં દાન કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના છઠ્ઠા ભાવમાં શનિ અસ્ત થશે. આ રાશિના લોકોના કષ્ટ વધશે. નોકરી કરતા લોકોએ સંભાળીને રહેવું. આ સમય દરમિયાન દરેક કાર્ય સાવધાનીપૂર્વક કરો. વેપારમાં નુકસાન થઈ શકે છે. ધીરજથી કામ લેવું. આ સમય દરમિયાન આસપાસનું વાતાવરણ પણ અશાંત કરશે. આ રાશિના લોકોએ નિયમિત રીતે 21 વખત ॐ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે