100 વર્ષ બાદ 3 શક્તિશાળી ગ્રહની ત્રિપુટી બનાવશે અત્યંત ખતરનાક 2 યોગ, આ રાશિવાળાને ધનહાનિના યોગ
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અશુભ અને શુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓની સાથે દેશ દુનિયામાં પર પડતી હોય છે. આ મહિને સૂર્ય અને શનિ સમસપ્તક યોગ બનાવશે. કારણ કે તે સાતમા ભાવમાં સંચાર કરતી વખતે બંને એક બીજા તરફ જોતા હશે. આ ઉપરાંત રાહુ પણ સૂર્ય સાથે ષડાષ્ટક યોગ બનાવશે.
Trending Photos
વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે અશુભ અને શુભ યોગોનું નિર્માણ કરતા હોય છે. જેની અસર તમામ 12 રાશિઓની સાથે દેશ દુનિયામાં પર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે આ મહિને સૂર્ય અને શનિ સમસપ્તક યોગ બનાવશે. કારણ કે તે સાતમા ભાવમાં સંચાર કરતી વખતે બંને એક બીજા તરફ જોતા હશે. આ ઉપરાંત રાહુ પણ સૂર્ય સાથે ષડાષ્ટક યોગ બનાવશે. જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેમની મુશ્કેલીઓ વધી શકે છે. આ સાથે જ ધનહાનિ અને સ્વાસ્થ્ય ખરાબ થાય તેવા યોગ છે. જાણો કોણે રહેવું પડશે સાવધાન...
મીન રાશિ
તમારા માટે સૂર્ય, શનિ અને રાહુનો અશુભ યોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે સૂર્ય દેવ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. આથી આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યને લઈને ખુબ સાવધ રહેવું પડશે. આ સાથે જ કાર્યક્ષેત્રમાં તમારે એક પછી એક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાનૂની વિવાદ ચાલુ રહેવાના પરિણામ તમારા પ્રતિકૂળ રહી શકે છે. એટલે કે કોર્ટ કચેરીના કામોમાં નિષ્ફળતા મળી શકે છે. આસાથે જ આ દરમિયાન તમારે વાહન સાવધાનીથી ચલાવવું જોઈએ. દુર્ઘટનાના યોગ છે. તમારા પર શનિની સાડા સાતી ચાલી રહી છે જેના કારણે સ્વાસ્થ્યને લઈને પરેશાની થઈ શકે છે. ગુપ્ત દુશ્મનોથી સાવધાન રહેવું.
કર્ક રાશિ
સૂર્ય, શનિ અને રાહુનો અશુભ યોગ કર્ક રાશિવાળા માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને કોઈ વાતનો તણાવ થઈ શકે છે. નવું કાર્ય શરૂ કરતા બચવું જોઈએ. કોઈને ધન ઉધાર આપવું નહીં. આ સમય દરમિયાન તમારા કાર્યો બનતા બનતા બગડી શકે છે. જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે. આથી નિવેદનબાજીથી બચવું. નોકરીયાતોને કાર્યસ્થળ પર પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. શનિની ઢૈય્યા ચાલી રહી છે આથી આ સમય દરમિયાન તમારે સ્વાસ્થ્ય અંગે સાવધાન રહેવું.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિવાળા માટે સૂર્ય, શનિ અને રાહુનો અશુભ યોગ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા ઘર અને પરિવારના સભ્યો વચ્ચે મનમોટાવ થઈ શકે છે. આ સાથે જ ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. નોકરીયાતોને કાર્યસ્થળે કોઈ મુશ્કેલી આવી શકે છે. આ દરમિયાન તમારે ફાલતું ખર્ચા થઈ શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે