મહાભારતમાં 18 ના અંકે સર્જ્યો હતો મોટો ચમત્કાર, અંતિમ રહસ્ય તમને પણ આશ્ચર્યચકિત કરશે

Mahabharata War Secret : મહાભારતમાં આ એક જોગાનુજોગ સંયોગ હતો કે, પછી 18 ના અંક પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે... નીચેની ઘટનાઓ પરથી તમને પણ આવો સવાલ થશે

મહાભારતમાં 18 ના અંકે સર્જ્યો હતો મોટો ચમત્કાર, અંતિમ રહસ્ય તમને પણ આશ્ચર્યચકિત કરશે

mahabharata interesting fatcs : મહાભારતના એવા અનેક રહસ્ય છે, જેને સાંભળીને હજારો વર્ષ બાદ આજે પણ દંગ રહી જવાય. આવું જ એક રહસ્ય 18 અંકનું છે. મહાભારતમાં 18 ના અંકે મોટો ચમત્કાર સર્જ્યો હતો. તો આજે મહાભારતના વધુ એક રહસ્ય વિશે જાણીએ.

મહાભારતના યુદ્ધનો હજારો વર્ષ વીતી ગયા. પરંતું આજે પણ લોકોમાં તેના માટે જિજ્ઞાસા છે. આજે પણ અનેક રહસ્યો એવલા છે, જે બહાર આવતા જ લોકોને વિચારતા મૂકે છે. મહાભારતના યુદ્ધમાં 18 ના અંકનું મોટુ મહત્વ રહેલું છે. મહાભારતમાં ઘટેલી મોટા ભાગની ઘટનાઓનોસંબંધ 18 અંક સાથે છે. 

18 દિવસ ચાલ્યુ હતું યુદ્ધ
મહાભારતનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું, જેમાં લાખો વીર યોદ્ધા શહીદ થયા હતા. આ યુદ્ધ પહેલા કૃષ્ણએ અર્જુનને કહ્યુ હતું કે, આ યોદ્ધાઓને ધ્યાનથી જોઈ લેજે, તેઓ આ યુગના સૌથી મહાન અને પરાક્રમી યોદ્ધાઓ છે. 18 દિવસ બાદ યુદ્ધ સમાપન થયું હતું.

પાંડવ અને કૌરવોની પાસે 18 અક્ષોહિની
કૌરવો અને પાંડવો પાસેની સેના પણ કુલ 18 અક્ષોહિની સેના હતી, જેમાં કૌરવોની 11 અને પાંડવોની 7 અક્ષોહિની સેના હતી. અક્ષોહિની સેનમાં રથ, હાથી, ધોડેસવાર અને સિપાહી હતા. 

  • હાથી – 21870
  • રથ – 21870
  • ઘોડેસવાર – 65610
  • સિપાહી – 109350

આ ચારે અંગોના 218700 સૈનિક બરાબર-બારબર બંને બાજુ વહેંચાયેલા હાત, પ્રત્યેક એકમના એક પ્રમુખ હતા. 

મહાભારતના 18 પર્વ
ઋષિ વેદવ્યાસે મહાભારત ગ્રંથની રચના કરી હતી, જેમાં કુલ 18 પર્વ છે. આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, અશ્વમેધિક પર્વ, મહાપ્રસ્થાનિક પર્વ, સૌપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, મૌસલ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સ્વર્ગારોહણ પર્વ તથા આશ્રમ્વાસિક પર્વ. વેદવ્યાસે 18 પુરાણ રચ્યા હતા. 

ગીતાના ઉપદેશમાં 18 અધ્યાય 
કૃષ્ણએ કુલ 18 દિવસ સુધી અર્જુનને જ્ઞાન આપ્યુ હતું, ગીતામાં 18 અધ્યાય છે. ગીતાથી સમસ્ત વિશ્વને જ્ઞાનની પ્રાપ્તિ થઈ.

યુદ્ધના 18 સૂત્રધાર
મહાભારત યુદ્ધના પ્રમુખ સૂત્રધાર 18 હતા. જેના નામ આ પ્રકારે છે. શ્રીકૃષ્ણ, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, શકુની, દુર્યોધન, દુશાસન, કર્ણ, અશ્વસ્થામા, કૃતવર્મા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી અને વિદુર.

યુદ્ધમાં 18 જીવતા બચ્યા
18 ની સંખ્યામાં અંતિમ આશ્ચર્ય એ છે કે, મહાભારતના યુદ્ધ બાદ પાંડવો તરફથી 15 અને કૌરવો તરફથી 3 એટલે કે કુલ મળીને 18 યોદ્ધા જીવતા બચ્યા હતા. 

ત્યારે સવાલ એ થાય છે કે, આ એક સંયોગ હતો કે, પછી 18 ના અંક પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે. 

મહાભારતની અન્ય રસપ્રદ કથાઓ વાંચવા કરો ક્લિક :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news