આ તારીખ પછી શનિદેવ અને મા લક્ષ્મી વૃષભ-કર્ક સહિત 6 રાશિવાળા પર ખુબ કૃપા વરસાવશે, ધનના ઢગલા થશે

ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ હાલ વક્રી અવસ્થામાં પોતાની સ્વરાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે. શનિના રાશિ પરિવર્તન તથા ચાલ બદલવાથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થાય છે. શનિને કર્મફળદાતા પણ કહે છે. શનિ દરેક વ્યક્તિને તેમના કર્મ મુજબ શુભ કે અશુભ ફળ આપે છે.

આ તારીખ પછી શનિદેવ અને મા લક્ષ્મી વૃષભ-કર્ક સહિત 6 રાશિવાળા પર ખુબ કૃપા વરસાવશે, ધનના ઢગલા થશે

ગ્રહોના ન્યાયાધીશ શનિદેવ હાલ વક્રી અવસ્થામાં પોતાની સ્વરાશિ કુંભમાં ગોચર કરી રહ્યા છે. શનિના રાશિ પરિવર્તન તથા ચાલ બદલવાથી તમામ 12 રાશિઓ પ્રભાવિત થાય છે. શનિને કર્મફળદાતા પણ કહે છે. શનિ દરેક વ્યક્તિને તેમના કર્મ મુજબ શુભ કે અશુભ ફળ આપે છે. શનિદેવ દિવાળી દરમિયાન ચાલ બદલશે. જાણો 4 નવેમ્બરે શનિ જ્યારે માર્ગી થશે ત્યારે કોના પર માતા લક્ષ્મીની કૃપા વરસશે. 

મેષ રાશિ
મેષ રાશિવાળા માટે આ સમયગાળો ખુબ શુભ રહેશે. તમારા માન સન્માનમાં વધારો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જો તમે વ્યવસાય કરતા હોવ તો તમારા વેપારનો વિસ્તાર થઈ શકે છે. આ સમયગાળામાં કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. લાંબા સમયથી પેન્ડિંગ કેટલુંક ધન પાછું મળી શકે છે. 

વૃષભ રાશિ
વૃષભ રાશિ માટે આ સમય ખુબ સારો રહેવાનો છે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. જો તમે વ્યવસાય કરતા હોવ તો નાણાકીય મામલાઓમાં સુધારો થઈ શકે છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરશો. 

મિથુન રાશિ
મિથુન રાશિવાળા માટે અપ્રત્યાશિત નાણાકીય લાભના યોગ છે. તમને કોઈને આપેલું ધન પાછું મળી શકે છે. જેનાથી નાણાકીય સ્થિતિમાં સુધારો  થશે. તમારી કરિયર અને નોકરીમાં સફળતા મળવાની છે. તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. 

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો પોતાના વારસાગત કાર્યમાં નવી તકોની આશા રાખી શકે છે. નાણાકીય વૃદ્ધિ થઈ શકે છે. પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવશો જેનાથી સંતોષ થશે. 

કન્યા રાશિ
કન્યા રાશિના વિદ્યાર્થીઓ અભ્યાસમાં ચમકશે અને વિદ્યારથીઓ માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. આ સમયગાળામાં તમને સારી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. પરિવાર અને મિત્રોનો સાથ તમારા ભવિષ્યના લાભમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 

ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો માટે આ સમય ખુબ શુભ રહેવાનો છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. આર્થિક લાભ પણ  થશે. જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. તમારું કૌટુંબિક જીવન આનંદમય રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news