Roti Flour: લોટ બાંધતી વખતે કરેલી આ ભુલ ઘરની સમૃદ્ધિ પર કરે છે અસર, આખા પરિવારને ભોગવવી પડશે મુશ્કેલીઓ
Roti Flour: જે કામ ઘરમાં રોજ થતા હોય છે તેને લોકો સામાન્ય ગણે છે પરંતુ આ કામ ક્યારેક મોટી મુસીબતમાં મુકી શકે છે. જેમકે રોટલીનો લોટ બાંધવાની ક્રિયા સામાન્ય લાગે છે પરંતુ જો આ કામ કરતી વખતે એક ભુલ થઈ જાય તો તેનાથી આખા ઘરની સમૃદ્ધિ પર અસર થાય છે.
Trending Photos
Roti Flour: દરેક ઘરમાં દિવસમાં બે થી ત્રણ વખત અલગ અલગ લોટ બાંધવામાં આવે છે. આ કામને ખૂબ જ સામાન્ય ગણવામાં આવે છે પરંતુ લોટ બાંધતી વખતે જો કેટલીક ભૂલ થઈ જાય તો તેનાથી આખા પરિવાર પર અસર પડે છે. આ ભૂલ ઘણી વખત અજાણતા થઈ જાય છે પરંતુ આ ભૂલ આખા પરિવારને આર્થિક સ્થિતિ, પ્રગતિ, સ્વાસ્થ્ય, વૈવાહિક જીવન પર નકારાત્મક અસર કરી શકે છે.
વાસ્તુશાસ્ત્રમાં રોટલીના લોટ સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ સુખ સમૃદ્ધિમાં જીવન જીવે છે અને તેને લાભ પણ વધારે થાય છે. પરંતુ અજાણતા પણ જો આ ભૂલ થઈ જાય તો તે વ્યક્તિની બરબાદીનું કારણ પણ બની શકે છે. આજે તમને જણાવીએ રોટલીનો કે અન્ય કોઈપણ લોટ બાંધતી વખતે કઈ ભૂલ કરવાનું ટાળવું.
લોટ બાંધતી વખતે ન કરો આ ભૂલ
1. વાસ્તુ નિષ્ણાંતો અનુસાર રસોડામાં રોટલી માટે લોટ બાંધતી વખતે સમયને ધ્યાનમાં રાખો. એટલે કે રોટલી બનાવવાની થોડીવાર પહેલા જ લોટ બાંધો સવારથી લોટ બાંધીને રસોડામાં રાખી ન મૂકો. સાથે રોટલીનો લોટ વધારે બાંધીને તેને ફ્રિજમાં રાખવાની ભૂલ ન કરો. આ રીતે રાખેલો લોટ બીમારીઓનું કારણ પણ બને છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાસી લોટ ઘરમાં ગરીબી વધારે છે.
2. લોટ બાંધીને તૈયાર થઈ જાય પછી તેના પર આંગળીથી નિશાન જરૂરથી બનાવો. લોટને એક સરખો ગોળ કરીને ક્યારેય રાખવો નહીં. લોટને આ રીતે પૂર્વજોના પિંડદાન સમયે જ રાખવામાં આવે છે, આ સિવાય રોટલીનો લોટ બાંધો ત્યારે તેના પર આંગળીથી નિશાન બનાવી દેવા.
3. એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે રોટલીનો લોટ બાંધવાથી લઈને રસોઈનું કોઈ પણ કામ કરવાનું હોય તો સ્નાન કર્યા પછી જ કરવું. હંમેશા સ્નાન કર્યા પછી જ રોટલીનો લોટ બાંધવો.
4. જો તમે રોજ ભગવાનને ભોગ ધરાવતા હોય તો રોટલીનો લોટ બાંધતી વખતે પાણી તાંબાના લોટા કે વાસણમાં ભરીને તેનો ઉપયોગ કરવો. ત્યાર પછી રોટલી બનાવો એટલે સૌથી પહેલી રોટલી ગાય માટે અને પછી ભગવાનના ભોગ માટે કાઢવી.
5. રોટલીનો લોટ બાંધ્યા પછી જે પાણી બચે તેને ગટરમાં ફેકવું નહીં. આ પાણીને છોડમાં પધરાવી દેવું
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે