Navratri 2023: નવરાત્રીમાં કરો રામ રક્ષા સ્ત્રોતનો પાઠ, જીવનના મોટામાં મોટા દુ:ખનું પણ થશે નિવારણ

Navratri 2023: શારદીય નવરાત્રિ દરમિયાન જો તમે રોજ માતાજીની પૂજા સાથે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો છો તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી ભગવાન રામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની સમસ્યાઓનો અંત આવે છે. 

Navratri 2023: નવરાત્રીમાં કરો રામ રક્ષા સ્ત્રોતનો પાઠ, જીવનના મોટામાં મોટા દુ:ખનું પણ થશે નિવારણ

Navratri 2023: શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ચુક્યો છે અને દેશભરમાં ધામધૂમથી નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. અર્વાચીન ગરબાના આયોજન ઉપરાંત લોકો પોતાના ઘરમાં પણ કલશ સ્થાપિત કરીને માતાજીની પૂજા કરે છે. નવરાત્રિ 23 ઓક્ટોબર 2023 સુધી ચાલશે અને બીજા દિવસે 24 ઓક્ટોબરે દશેરા ઉજવવામાં આવશે. દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. પૌરાણિક કથાઓ અનુસાર 9 દિવસના યુદ્ધ બાદ આ દિવસે જ માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો. જો આ 9 દિવસોમાં કેટલાક ઉપાય કરવામાં આવે તો જીવનની બધી જ પરેશાનીઓ દુર થઈ શકે છે. 

રામ રક્ષા સ્તોત્રનો કરો પાઠ 

આ પણ વાંચો:

શારદીય નવરાત્રિ દરમિયાન જો તમે રોજ માતાજીની પૂજા સાથે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો છો તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી ભગવાન રામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની સમસ્યાઓનો અંત આવે છે. 

રક્ષણાત્મક કવચ છે રામ રક્ષા સ્ત્રોત

ધાર્મિક માન્યતા અનુસાર રામ રક્ષા સ્તોત્ર એક રક્ષણાત્મક કવચ છે અને નવરાત્રિ દરમિયાન તેનો પાઠ કરવાથી તેનું મહત્વ વધી જાય છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી ઘણો ફાયદો થાય છે. આ પાઠ કરવાથી વ્યક્તિને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. નવરાત્રિ દરમિયાન દરરોજ રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાન રામની સાથે હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. જો નવરાત્રિમાં શરુ કરી નિયમિત રીતે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો છો તો તેનાથી અગણિત લાભ થઈ શકે છે.

સમસ્યાનો આવશે અંત 

જ્યોતિષીઓના મતે નવરાત્રિના 9 દિવસ દેવી માતાને પ્રસન્ન કરવા માટે હોય છે. તેથી આ  દિવસો દરમિયાન લોકો દરરોજ પૂજા-પાઠ અને હવન કરે છે. જો આ પૂજા-પાઠ સાથે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં આવેલી મોટામાં મોટી મુશ્કેલીમાંથી પણ મુક્તિ મળી જાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news