Rajyog Effect 2023: 617 વર્ષ બાદ બની રહ્યાં છે એક સાથે ત્રણ રાજયોગ, જાગી જશે આ ત્રણ જાતકોનું ઊંઘી ગયેલું ભાગ્ય

Rajyog Effect on Zodiac Signs: વર્તમાનમાં ગ્રહોની સ્થિતિને કારણે ત્રણ રાજયોગનો શુભ સંયોગ બની રહ્યો છે. વર્ષો બાદ બનનારા આ રાજયોગનો ત્રણ રાશિઓ પર શુભ પ્રભાવ પડશે. 

Rajyog Effect 2023: 617 વર્ષ બાદ બની રહ્યાં છે એક સાથે ત્રણ રાજયોગ, જાગી જશે આ ત્રણ જાતકોનું ઊંઘી ગયેલું ભાગ્ય

Shani Rajyog: શનિ વર્તમાનમાં પોતાની સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે. સૂર્યએ પણ 13 ફેબ્રુઆરી 2023ના શનિની કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. ગુરૂ ગ્રહ પોતાની સ્વરાશિ મીનમાં બિરાજમાન છે અને ગુરૂની સાથે શુક્ર પણ મીન રાશિમાં ઉપસ્થિત છે. ગ્રહોની આવી સ્થિતિ વર્ષો બાદ બની રહી છે. ગ્રહોની આ સ્થિતિ શશ રાજયોગ, માલવ્ય રાજયોગ અને હંસ રાજયોગનું નિર્માણ કરી રહી છે. ગ્રહોની 28 માર્ચ સુધી આ સ્થિતિ ઘણી રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. જાણો કઈ રાશિઓને મળશે શુભ સમાચાર અને કોને મળશે પ્રગતિ. 

મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકો માટે બે રાજયોગ બનશે- હંસ રાજ યોગ અને માલવ્ય રાજ યોગ. કારણ કે શુક્ર, ગુરૂની સાથે કર્મ ભાવમાં સ્થિત છે, તેથી મિથુન રાશિના જાતકોને પોતાની નોકરીમાં જબરદસ્ત લાભ અને પ્રમોશન તથા વેપારમાં લાભ મળશે. તો બીજીતરફ જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેને નવી નોકરી મળી શકે છે, તે અનુસાર પોતાના ભવિષ્યની યોજના બનાવી શકે છે. મિથુન રાશિના જાતકોને સમાજમાં માન-સન્માન અને સામાજિક પ્રતિષ્ઠા પણ મળશે. 

કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકોને શનિની કૃપા પ્રાપ્ત થશે, જે તેના લગ્ન ભાવમાં શશ રાજ યોગ બનાવવા જઈ રહ્યાં છે, તેમના સાથી દ્વારા કરવામાં આવેલા રોકાણથી લાભ પ્રાપ્ત થશે. પોતાના પ્રોફેશનલ જીવનમાં તે, પોતાના સહયોગીઓ અને વરિષ્ઠોનું સમર્થન અને માન-સન્માન પ્રાપ્ત કરશે અને પોતાના કાર્યસ્થળ પર પોતાની સ્થિતિમાં વૃદ્ધિ જોશે. તો વેપાર કરનાર જાતક પોતાની કંપનીનો વિસ્તાક કરી શકે છે. આર્થિક મોર્ચા પર લાભની પ્રબળ સંભાવના છે. 

ધન રાશિઃ ધન રાશિના જાતકોની કુંડળીના ચોથા ભાવમાં માલવ્ય રાજયોગ બનવાથી જાતકોને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થશે. આ સાથે જો કોઈ પૈતૃક સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો તેનું પરિણામ ધન રાશિના જાતકોને મળશે. આ સમયે વેપાર કરનારને સારો નફો થશે અને નવા ઓર્ડર મળી શકે છે. તો 17 જાન્યુઆરીથી તેની કુંડળીમાં સાડાસાતી હટી ગઈ છે, જેથી તમારા અટવાયેલા કામ પૂરા થશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલાં તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news