અશુભ ગુરુ ચાંડાલ યોગ ખતમ, આ આ 3 રાશિવાળાને લાગશે લોટરી, છપ્પરફાડ ધનલાભ થશે

Rahu Transit in Pisces 2023:  ગુરુ ચાંડાલ યોગ અનેક રાશિઓ પર ખરાબ અસર પાડે છે. હવે આ યોગ ખતમ થવાથી આ રાશિઓને રાહત મળશે. આ સાથે જ બાધાઓ દૂર થશે. પ્રગતિના રસ્તા  ખુલશે. રાહુ ગોચરથી ખતમ થયેલા ગુરુ ચાંડાલ યોગના પગલે કઈ રાશિવાળાનું ભાગ્ય ચમકશે તે ખાસ જાણો....

અશુભ ગુરુ ચાંડાલ યોગ ખતમ, આ આ 3 રાશિવાળાને લાગશે લોટરી, છપ્પરફાડ ધનલાભ થશે

Rahu Transit in Pisces 2023: વૈદિક જ્યોતિષ મુજબ 30 ઓક્ટોબર  2023ના રોજ માયાવી ગ્રહ રાહુએ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. તેનાથી મેષ રાશિમાં બનેલો અશુભ ગુરુ ચાંડાલ યોગ પણ ખતમ થઈ ગયો છે. ગુરુ ચાંડાલ યોગ રાહુ અને ગુરુની યુતિથી બને છે. જે જ્યોતિષ શાસ્ત્રમાં બતાવેલા અશુભ યોગોમાંથી એક છે. ગુરુ ચાંડાલ યોગ અનેક રાશિઓ પર ખરાબ અસર પાડે છે. હવે આ યોગ ખતમ થવાથી આ રાશિઓને રાહત મળશે. આ સાથે જ બાધાઓ દૂર થશે. પ્રગતિના રસ્તા  ખુલશે. રાહુ ગોચરથી ખતમ થયેલા ગુરુ ચાંડાલ યોગના પગલે કઈ રાશિવાળાનું ભાગ્ય ચમકશે તે ખાસ જાણો....

આ રાશિવાળાને લાગશે લોટરી

મેષ રાશિ
ગુરુ ચાંડાલ અશુભ યોગ સમાપ્ત થવાથી આ રાશિવાળાના સારા દિવસ શરૂ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં જે સમસ્યાઓ હતી તે  હવે સમાપ્ત થશે. લાઈફ પાર્ટનરનું સ્વાસ્થ્ય સારું થશે. ભાગીદારીમાં કામ કરનારા લોકોને લાભ થશે. કરિયર અને કારોબારમાં પ્રગતિ થશે. નવી નોકરી મળી શકે છે. કારોબાર સારો ચાલશે. આર્થિક મામલાઓમાં પણ લાભ થશે. અપરિણીતોના વિવાહ નક્કી થાય તેવા યોગ છે. 

મિથુન રાશિ
મિથુન રાશિવાળાને ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થતા દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગશે. ખાસ કરીને આર્થિક મામલાઓમાં મોટો લાભ  થશે. આવક વધશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. કરિયર મામલે તમને કોઈ સારી તક મળી શકે છે. તમને ઓફિસમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. સંતાનથી લાભ થશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. 

કન્યા રાશિ
ગુરુ ચાંડાલ યોગ પૂરો થવાથી કન્યા રાશિવાળાને કરિયર અને કારોબારમાં સારો લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમારો આત્મવિશ્વાસ વધશે. અચાનક કેટલાક મામલાઓમાં અપ્રત્યાશિત લાભ થઈ શકે છે. ખુબ ધન દૌલત મળશે. જે તમારી આર્થિક સમસ્યાઓ દૂર કરશે. બિઝનેસ વધશે. તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. નવું કામ શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news