18 વર્ષ બાદ રાહુનો શનિના નક્ષત્રમાં પ્રવેશ, 3 રાશિવાળાને ખોબલે ખોબલે ધનલાભ કરાવશે, નોકરીમાં પ્રમોશન મળશે

Shanidev : હાલ રાહુ બુધ ગ્રહના નક્ષત્ર રેવતીમાં છે. આ સાથે જ 8 જુલાઈ 2024ના રોજ શનિના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમય દરમિયાન ભાગ્ય પલટાઈ શકે છે. આ સાથે જ ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

18 વર્ષ બાદ રાહુનો શનિના નક્ષત્રમાં પ્રવેશ, 3 રાશિવાળાને ખોબલે ખોબલે ધનલાભ કરાવશે, નોકરીમાં પ્રમોશન મળશે

Rahu Nakshatra Parivartan : વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. રાહુ ગ્રહ એક રાશિમાં 18 વર્ષ બાદ પ્રવેશ કરે છે. અને હાલ રાહુ બુધ ગ્રહના નક્ષત્ર રેવતીમાં છે. આ સાથે જ 8 જુલાઈ 2024ના રોજ શનિના ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમય દરમિયાન ભાગ્ય પલટાઈ શકે છે. આ સાથે જ ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

મકર રાશિ
તમારા માટે રાહુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ  થશે. આવકના નવા સોર્સ બનશે. ભાગ્યનો ભરપૂર સાથ મળશે. જે લોકો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માંગતા હોય તેમના માટે સમય સારો રહેશે. વાહન કે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. નોકરીયાતોનું પ્રમોશન થઈ શકે છે. 

કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે રાહુ ગ્રહનું નક્ષત્ર પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે. નોકરીયાતોને પદોન્નતિ થશે. મનગમતી જગ્યાએ બદલી થઈ શકે છે. આ સમયગાળામાં લગ્નજીવન ખુશનુમા રહેશે. આવકના નવા સોર્સ બનશે. વેપારીઓને સારો ધનલાભ થશે. 

વૃષભ રાશિ
તમારા માટે પણ રાહુનું નક્ષત્ર પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયગાળામાં તમને રોકાણથી લાભ થશે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓ સાથે તાલમેલ સારો રહેશે. જેનાથી તમારા બધા કામ સરળતાથી પૂરા થશે. તમારા બોસ તમારા કામથી પ્રસન્ન રહેશે.

તમારી કામ કરવાની શૈલીમાં નિખાર આવશે. આ સમયગાળામાં તમને શેર બજાર, સટ્ટા અને લોટરીથી લાભ થઈ શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરીની નવી તકો મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news