Rahu 2023: રાહુ તમારું 2023 નું વર્ષ બગાડશે, ભાગ્યાંક 2, 4, 6, 7 વાળાએ ખાસ જાણવી જરૂરી છે આ માહિતી

Rahu Effect In 2023 : નવુ વર્ષ દરેક માટે સફળતાના સોપાન લઈને નથી આવ્યું, કેટલાક લોકોને રાહુની અસર હેરાન પરેશાન કરી શકે છે 

 Rahu 2023: રાહુ તમારું 2023 નું વર્ષ બગાડશે, ભાગ્યાંક 2, 4, 6, 7 વાળાએ ખાસ જાણવી જરૂરી છે આ માહિતી

Rahu Effect In 2023 : જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુને અણધારી બાબતોના ગ્રહ કહેવામાં છે. પરંતુ રાહુની દ્રષ્ટિએ 2023 નુ વર્ષ ભારે ઉથલપાથલ વાળુ બની રહેશે. તેથી જો તમે સાચવેતી રાખવી હોય અને રાહુના પ્રભાવથી મુક્ત રહેવુ હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ. 

આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે કહે છે કે, જ્યારે રાહુ કે કેતુનો વર્ષ આવે ત્યારે તમે કલ્પી ના હોય, જેનો ભેદ ના ઉકેલી શકો તેવી બાબતો વર્ષમાં બને. આવું જ કંઈક 2023 ના વર્ષમાં બને તો નવાઈ નહિ. 2023 વર્ષના અંકનો 2+2+3=7 સરવાળો કરતા અંક 7 આવે છે. અંકશાસ્ત્ર અનુસાર 7 અંકને રાહુનો અંક ગણાય છે. તેથી આ વર્ષનો અધિપતિ રાહુ ગણાય. રાહુ કેતુનું વર્ષ હોય ત્યારે ઉથલપાથલ અણધારી થતી હોય છે. જેમ આ વર્ષ રાહુની ગાઢ અસરનું છે. તેમ દરેક વ્યક્તિ કોઈ એક અંકની અસરમાં જન્મેલું હોય છે. અને તે પ્રમાણે જે દરેકે પોતાના ભાગ્યાંક 1 થી 9 અંકમાં જે કંઈ પણ હશે. તેની 7 રાહુના અંક સાથે જેવો તાલમેલ હશે, તે પ્રકારે તેને શુભ અશુભ ફળ મળશે 

જો અંકશાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીએ તો વર્ષ કોના માટે શુભ રહે અને કોના માટે શુભ રહે તે પણ દરેકના વ્યક્તિગત અંક ઉપરથી જાણી શકાય. તેના માટે આપણે ભાગ્યાંક કાઢવાનો હોય છે. જે આપણી જન્મ તારીખ જન્મનો મહિનો અને જન્મના વર્ષ પરથી નીકળે છે. જેમ કે આપણો કોઈ તારીખે કોઈક મહિનામાં કોઈક વર્ષે જન્મ થયો હોય તે અનુસાર આપણો જન્મ પણ કોઈ ખાસ અંકની ગાઢ અસરમાં થયો હોય. જેવી રીતે કે કોઈક વ્યક્તિનો જન્મ 4 તારીખે 5 માં મહિનામાં એટલે કે મે મહિનામાં અને 2005 ના વર્ષમાં થયો હોય તો 4+5+2+5=16 =1+6 =7 તેથી તેનો જન્મ 7 અંકના અધિપતિ રાહુના પ્રભાવમાં થયો છે તેમ જાણી શકાય. આજે પ્રમાણે નક્કી થાય આપણો જન્મ કયા ગ્રહના પ્રભાવમાં થયો છે, જે અંક આવે તેને ભાગ્યાંક કહેવામાં આવે છે. અંકશાસ્ત્રની દ્રષ્ટિએ અંકોને પણ એકબીજા સાથે મૈત્રી અને વેર છે તે અનુસાર જે તે અંકોનું વર્ષ સારું કે નરસું ફળ આપે છે.

આ પણ વાંચો : 

જાણો 1 થી 9 અંક ધરાવનારનું 2023 વર્ષ ફળ 
જો વર્ષ 2023 ની વાત કરીએ તો, 7 ના રાહુના અંકનું આ વર્ષ જેમનો ભાગ્યાંક એટલે કે જન્મની તારીખ મહિનો અને સંપૂર્ણ વર્ષનો ટોટલ કરતા 7 આવે છે, એટલે જેમનો ભાગ્યાંક 7 રાહુનો જ છે, તેમના માટે આ વર્ષ તમામ બાજુએથી સફળતા લઈને આવનારું રહેશે. પ્રતિષ્ઠા વધારનારૂ રહેશે. તમામ ક્ષેત્રે સફળ કરશે આવી જ રીતે જેમનો ભાગ્યાંક 4 થતો હોય જે કેતુનો ગણાય. તેને પણ રાહુના અંક સાત સાથે ખૂબ ગાઢ શુભ સંબંધ રહે છે, તેમને માટે પણ આ વર્ષ શ્રેષ્ઠ રહેવાનું છે. જે લોકોનો ભાગ્યાંક  2 કે 6 આવે તેના માટે વર્ષ 2023 અશુભ રહેવાનું છે. 2 નો અંક ચંદ્રનો છે તે 7 અંકથી બિન શત્રુતા ધરાવે છે. તેજ રીતે 6 અંક શુક્રનો છે, તે 7 અંકથી બિનઅનુકૂળ છે, જેથી વર્ષ 2023 નબળું કે અશુભ બની રહે છે. જે લોકોનો ભાગ્યાંક 1,3,5,8,9 તેમના માટે પણ એકંદરે વર્ષ શુભ રહેવાનું છે. વેપાર ધંધા નોકરી કાર્યક્ષેત્ર કે અભ્યાસમાં ધારેલી સફળતા મળવાની છે. પારિવારિક સંબંધોની દ્રષ્ટિએ પણ શુભ રહેવાનું છે આર્થિક દ્રષ્ટિએ પણ લાભ થવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news