Purse Color Astrology: ગમ્યું એટલે ખરીદી લીધું એવું નહી! રાશિ પ્રમાણે યૂઝ કરો પર્સ, આ છે તમારો લકી કલર

Purse Color Astrology: કયા રંગનું પાકીટ તમારા માટે લકી છે? જાણો તમારી રાશિ પ્રમાણે તમારા પર્સ કે વોલેટનો રંગ, જે તમને પ્રગતિ તરફ દોરી જશે.

Purse Color Astrology: ગમ્યું એટલે ખરીદી લીધું એવું નહી! રાશિ પ્રમાણે યૂઝ કરો પર્સ, આ છે તમારો લકી કલર

Purse Color Astrology: રંગો જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે, દરેક રંગની અસર તમારા જીવનમાં જોવા મળે છે. દરેક રાશિ માટે એક અલગ રંગ સૂચવવામાં આવ્યો છે, જે રાખવાથી ફાયદો થાય છે. તમારા પર્સ કે વોલેટના રંગનુ પણ ઘણુ મહત્વ છે. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમારી પાસે કયા રંગનું પર્સ છે.

મેષ
મેષ રાશિના લોકો માટે લાલ રંગનું પર્સ અથવા પાકીટ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રંગનું પર્સ રાખવાથી તમને ક્યારેય પૈસાની કમી નહીં નડે.

વૃષભ
વૃષભ રાશિના જાતકોએ સફેદ રંગનું પાકીટ કે પર્સ સાથે રાખવું જરૂરી છે. વૃષભ રાશિના લોકો ઈચ્છે તો ક્રીમ કલરનું પર્સ પણ પોતાની સાથે રાખી શકે છે. આમ કરવાથી તેમનું ખિસ્સું હંમેશા ભરેલું રહેશે.

મિથુન
મિથુન રાશિના જાતકોએ લીલા રંગનું પાકીટ પોતાની સાથે રાખવું જોઈએ. મિથુન રાશિના લોકો માટે લીલો રંગ સમૃદ્ધિ અને ખુશીનું પ્રતીક છે.

કર્ક
કર્ક રાશિના જાતકોએ પોતાની સાથે સફેદ કે ક્રીમ રંગનું પર્સ અથવા પાકીટ રાખવું જોઈએ, આમ કરવાથી તેમના દરેક કામ સારી રીતે પૂર્ણ થશે અને પૈસાની કમી નહીં રહે.

સિંહ
સિંહ રાશિના જાતકોએ બ્રાઉન અથવા ભૂરા કલરનુ પર્સ કે વોલેટ સાથે રાખવું જોઈએ.  આ રંગનું પાકીટ રાખવાથી તેની પ્રગતિ ઝડપી થશે.

કન્યા 
કન્યા રાશિના જાતકોના લીલા રંગનું પાકીટ રાખવુ જોઈએ. આ રંગ તેમના જીવનમાં પ્રગતિ લાવશે.

તુલા
તુલા રાશિના લોકોએ પોતાની સાથે સફેદ કે ક્રીમ રંગનું પર્સ રાખવું જોઈએ. આવો રંગ રાખવાથી તમારી પ્રગતિનો માર્ગ ઝડપથી ખુલશે. 

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોએ પોતાની સાથે લાલ કે ભૂરા રંગનું પર્સ અથવા પાકીટ રાખવું જોઈએ. આ રંગ તમારો પ્રિય અને ભાગ્યશાળી રંગ છે, જેના કારણે તમારી પ્રગતિ ઝડપથી થશે.

ધનુ
ધનુ રાશિના લોકોએ પોતાની સાથે પીળા કે લાલ રંગનું પર્સ રાખવું જોઈએ. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે.

મકર
મકર રાશિના લોકો માટે ગ્રે અથવા કાળા રંગનું પાકીટ અથવા પર્સ રાખવું ફાયદાકારક સાબિત થશે. તેનાથી તમારી પ્રગતિ થશે.

કુંભ
કુંભ રાશિના લોકોએ પોતાની સાથે કાળા કે ભૂરા રંગનું પર્સ અથવા પાકીટ રાખવું જોઈએ. કાળો અને ભૂરો તમારા ભાગ્યશાળી રંગો છે. 

મીન
મીન રાશિના લોકોએ પીળા અથવા ક્રીમ રંગના પર્સનો ઉપયોગ કરવો જોઈએ. આ રંગ તમારા માટે ભાગ્યશાળી છે.

(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAKતેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news