પાટણના રાજાએ બંધાવેલ 800 વર્ષ જૂના કાલિકા માતાના મંદિરમાં ખાસ આંગી દર્શન, Photos
Navratri 2023 : પાટણમાં આવેલા પ્રાચીન મહાકાળી મંદિરમાં નવરાત્રિ પર્વનો પ્રારંભ,,, રાજા સિદ્ધરાજ જય સિંહે બનાવ્યું હતું મંદિર,,, નવરાત્રિના 9 દિવસ અલગ અલગ વાહનો પર બિરાજમાન કરી દેશ વિદેશથી ફુલ લાવી કરાય છે સણગાર,,, આજે પ્રથમ દિવસે માતાજીની આરતીનો ભક્તોએ લીધો લાભ
Trending Photos
Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : ભક્તિ, શક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. આજથી શરૂ થતા નવરાત્રિના નવ દિવસ પાટણ ખાતે આવેલ પ્રાચીન મહાકાળી મંદિર ખાતે ખૂબ જ આસ્થા અને ભક્તિમય માહોલમાં માતાજીની આરાધના કરવામાં આવી રહી છૅ. પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત કાલિકા માતાજીના મંદિરમાં માતાજીને નવરાત્રિના નવ દિવસ અલગ અલગ વાહનો પર બિરાજમાન કરાય છે. માતાજીને દેશ વિદેશથી લાવવામાં આવેલ રંગ બેરંગી ફૂલોથી સુશોભિત આંગી કરવામાં આવે છૅ. આજે પ્રથમ દિવસે માતાજીની સુંદર આંગી અને આરતીનો લાભ લઇ ભક્તો માતાજીની આરાધનામાં લીન બની ધન્યતા અનુભવી રહ્યાં છૅ.
ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહ સ્થાપિત પ્રાચીન નગરી પાટણના નગર દેવી એવા માં કાલિકા માતાના ઐતિહાસિક મંદિર ખાતે ધામધૂમપૂર્વક નવરાત્રિ નિમિત્તે પૂજા વિધિ કરવામાં આવી હતી. કહેવાય છે કે ૮૦૦ વર્ષ થી પણ વધુ પ્રાચીન કિલ્લામાં સ્વંયભૂ પ્રગટ થયેલ કાલિકા માતાને પાટણ નગરના નગર દેવી માનવામાં આવે છે. આજથી શરૂ થતા ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ સમા નવરાત્રિના નવ દિવસ આ પ્રાચીન મહાકાળી મંદિરમાં ધાર્મિક વિધિ વિધાન સાથે માતાજીની પૂજા અર્ચનાની શરૂઆત કરાઈ છે. ત્યારે આજના પ્રથમ દિવસે માતાજીને હીરા મોતીથી જડિત શૃંગાર તેમજ દેશ વિદેશના ફૂલોથી સુંદર આંગી કરવામાં આવી છે.
પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. કાલિકા માતાજી ગઢ કાલિકા માતાજી તરીકે પણ પ્રચલિત બન્યો છે. આ મંદિર ઈ. સં.1123 માં સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવી હતી અને આ રાજા પણ માતાજીને ઉજ્જૈનથી પ્રસન્ન કરીને લાવવામાં આવ્યા હતા. રાજાએ માતાજીને ગઢમાં સ્થાન આપી સ્થાપિત કરવામાં આવ્યા હતા. આજે આ મંદિર 900 વર્ષ જૂનું છૅ અને આજે આ મંદિરમાં પૂજારીની આઠમી પેઢી પૂજા અર્ચના કરી રહી છૅ.
નવરાત્રિ પર્વ નવશક્તિ સ્વરૂપી જગત જનનીનો પર્વ કહેવામાં આવે છે. આજથી ભક્તિ અને આરાધનાના પર્વને લઇ પાટણ સ્થિત ગઢ કાલિકા મંદિર પરિસર ખાતે ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા અર્ચનાનો પ્રારંભ કરાયો છે. પાટણ સ્થિત મહાકાલી માતાજીને નગર દેવી તરીકે પણ ઓળખવામાં આવે છૅ. આ નવ દિવસ માતાજી અલગ અલગ વાહનો પર સવાર થશે, સાથે તેમને સોળે શણગાર કરવામાં આવશે. જેનો લાભ ભક્તો મોટી સંખ્યામાં લેશે. આ સાથે આરતીનો લાભ મેળવી ધન્યતા અનુભવશે તેવી ભક્તોમાં શ્રદ્ધા રહેલ છૅ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે