અમદાવાદથી એક દિવસની ધાર્મિક યાત્રા કરવી હોય તો આ ભવ્ય મંદિરોના દર્શન કરી શકો છો

Temple Tourism : એક દિવસની ધાર્મિક યાત્રા માટે ચોટીલા, ખોડલધામ છે બેસ્ટ, અમદાવાદથી આ રીતે જવાય
 

અમદાવાદથી એક દિવસની ધાર્મિક યાત્રા કરવી હોય તો આ ભવ્ય મંદિરોના દર્શન કરી શકો છો

Gujarat Tourism : ગુજરાતીઓ એટલે ફરવાના શોખીન. તેમાં પણ માંડ એક દિવસની રજા પણ મળે તો ગુજરાતીઓ કાર લઈને ફરવા ઉપડી પડે. આવામાં જો તમે ભક્તિભાવથી પૂર્ણ થઈને એક દિવસની ધાર્મિક યાત્રા કરવા ઈચ્છો છો તો પણ ગુજરાતમાં ઢગલાબંધ ઓપ્શન અવેલેબલ છે. ખાસ કરીને જો તમે અમદાવાદથી આ ટુર કરવા માંગો છો તો તમે એક દિવસની ટુરમાં અનેક ભવ્ય અને દિવ્ય મંદિરોના દર્શન કરી શકો છો. ત્યારે આ રહ્યું આખું લિસ્ટ

ચોટીલા ધામ
ચોટીલા મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આ મંદિર બારોમાસ ભક્તો માટે ખુલ્લુ હોય છે. અમદાવાદથી એક દિવસની ટુરમાં આ મંદિરના દર્શન કરવા જેવા છે. ચોટીલાના ડુંગર પર માતા ચામુંડા બિરાજમાન છે. માતા ચામુંડા 64 જોગણીઓના અવતારમાના એક છે. એક હજાર પગથિયા ચઢીને ઉપર માતાના દર્શન માટે જઈ શકાય છે. નવરાત્રિમાં આ મંદિરનું ખાસ મહત્વ છે. એક દિવસની ટુરમાં આ મંદિરને સૌથી પહેલા સામેલ કરી શકાય

chotila_zee.jpg

ખોડલધામ
રાજકોટ જિલ્લાના કાગવડમાં આવેલું ખોડલધામ વિશ્વભરમાં લોકપ્રિય બન્યું છે. અહીં પાટીદારોના કુળદેવી ખોડિયાર માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિર જે એટલુ ભવ્ય છે કે તેમને ત્યાંથી પરત ફરવાની ઈચ્છા નહિ થાય. અહી માતા ખોડિયાર સાક્ષાત બિરાજમાન થયા હોય તેવો ભાસ થાય છે. એક દિવસની ટુર માટે આ મંદિર બેસ્ટ છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 170 કિ.મી અને કાગવડના ખોડલ ધામનું અંતર આશરે 275 કિલોમીટર છે. જયારે રાજકોટથી ચોટિલાનું અંતર આશરે 46 કિ.મી અને કાગવડનું અંતર 61 કિલોમીટર જેટલું થાય છે.

khodaldham_zee2.jpg

પોઈચા સ્વામીનારાયણ મંદિર
નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર નર્મદા નદીના કાંઠે પોઈચા ગામ પર સ્થિત છે, જે ભરૂચથી આશરે ૮૦ કિ.મી. અને વડોદરાથી ૬૦ કિમી દૂર છે. તે સુંદર સ્વામિનારાયણ મંદિર વિશાળ વિસ્તારમાં બાંધવામાં આવે છે અને સૌથી સુંદર યાત્રાધામ પૈકીનું એક ગુજરાત ની આસપાસ લોકો ને આકર્ષે છે. આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું. આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે, જે 24 એકરમાં પથરાયેલું છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે. ધાર્મિકતા સાથે સંસ્કાર અને પ્રાચીન વૈદીક પરંપરાઓની આજની યુવા પેઢીને અનુભુતી કરાવતુ મંદીર એટલે નીલકંઠધામ.

poicha_zee.jpg

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news