Tulsi Puja Upay: કારતક મહિનામાં તુલસીમાં અર્પણ કરો આ વસ્તુઓ, રાતોરાત ધનલાભના સર્જાશે યોગ

Tulsi Puja Upay: કારતક મહિના દરમિયાન તુલસીમાં કેટલી ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ધન લાભની શક્યતા વધી જાય છે. ખાસ કરીને કારતક માસની કેટલીક તિથિ પર તુલસીના આ વિશેષ ઉપાય કરી લેવાથી રાતોરાત અમીર બની શકાય છે.

Tulsi Puja Upay: કારતક મહિનામાં તુલસીમાં અર્પણ કરો આ વસ્તુઓ, રાતોરાત ધનલાભના સર્જાશે યોગ

Tulsi Puja Upay: હિન્દુ ધર્મ અનુસાર સૌથી પવિત્ર છોડ તુલસીનો હોય છે. તુલસીના છોડમાં માતા લક્ષ્મી વાસ કરે છે. તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ગણાય છે. તેથી જ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે અને રોજ તેને સવારે જળ ચડાવવામાં આવે છે અને સાંજે તેની પાસે દીવો કરવામાં આવે છે. આ રીતે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આમ તો તમે પણ રોજ તુલસીની પૂજા કરતા હશો પરંતુ કારતક મહિના દરમિયાન તુલસીમાં કેટલી ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી ધન લાભની શક્યતા વધી જાય છે. ખાસ કરીને કારતક માસની કેટલીક તિથિ પર તુલસીના આ વિશેષ ઉપાય કરી લેવાથી રાતોરાત અમીર બની શકાય છે.

એકાદશી

દરેક મહિનામાં બે એકાદશી આવે છે આ બંને દિવસે તુલસીના છોડમાં સૌભાગ્યની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ જેમકે બંગડી, ચાંદલો, સિંદૂર વગેરે. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને મનોકામના પૂર્ણ કરે છે. 

પંચમી તિથિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દર પાંચમના દિવસે તુલસીના છોડમાં પાણીની સાથે શેરડીનો રસ ચડાવવો શુભ ગણાય છે. આમ કરવાથી ઘરમાં બરકત રહે છે અને ખુશહાલી વધે છે.

ગુરુવાર અને શુક્રવાર 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવાર અને શુક્રવારના દિવસે તુલસીના છોડમાં કાચું દૂધ ચડાવવું જોઈએ આમ કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે. 

નિયમિત તુલસી પૂજા

આ ઉપાયો કરવાની સાથે નિયમિત રીતે તુલસીની પૂજા પણ કરવી જોઈએ. રોજ સવારે તુલસીને જળ ચઢાવવું અને સાંજે ઘીનો દીવો કરવો શુભ ગણાય છે. જે ઘરમાં આ બે કામ થાય છે ત્યાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news