2024માં આ જન્મતારીખવાળાને બસ ચાંદી જ ચાંદી, શનિ કરાવશે ચારેકોરથી લાભ, સફળતાના શિખરે પહોંચાડશે

Numerology 2024: આ નવું વર્ષ 2024 એ શનિનું વર્ષ માનવામાં આવી રહ્યું છે. અંક જ્યોતિષ મુજબ નવું વર્ષ કયા મૂળાંકવાળા લોકો માટે લકી સાબિત થશે તે  ખાસ જાણો.

2024માં આ જન્મતારીખવાળાને બસ ચાંદી જ ચાંદી, શનિ કરાવશે ચારેકોરથી લાભ, સફળતાના શિખરે પહોંચાડશે

નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. વર્ષ 2024નું નવું વર્ષ શનિનું વર્ષ ગણવામાં આવી રહ્યું છે. 2+0+2+4 કરીએ તો સરવાળો 8 ભાગ્યાંક આવે છે. અંક જ્યોતિષમાં 8 નંબર એ શનિનો અંક માનવામાં આવે છે. આવામાં જે લોકોનો મૂળાંક 8 હોય તેમના માટે વર્ષ 2024 ખુબ જ શુભ રહેશે. અંક જ્યોતિષ મુજબ નવું વર્ષ કયા મૂળાંકવાળા લોકો માટે લાભકારી સાબિત થશે તે ખાસ જાણો. 

મૂળાંક 8
જે લોકોનો મૂળાંક 8 છે તેમના માટે વર્ષ 2024 ખુબ જ લાભકારી સાબિત થશે. તમાર માટે કોઈ નવું કામ શરૂ કરવું એ ખુબ જ લાભકારી રહેશે. વ્યવસાયમાં ખુબ લાભ થશે. જોબ શોધતા હશે તેવા લોકોને સારા સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. 

મૂળાંક 5
2024નું નવું વર્ષ 5 મૂળાંક વાળા માટે લકી સાબિત થઈ શકે છે. આ વર્ષે તમે ખુબ મુસાફરી કરશો અને વિદેશ મુસાફરીના પણ યોગ બની રહ્યા છે. તમારી ફાઈનાન્શિયલ સિચ્યુએશન સ્ટ્રોંગ રહેશે. ભાગ્યનો સાથ મળશે પણ સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે. 

મૂળાંક 7
મૂળાંક 7 વાળા માટે પણ આ નવું વર્ષ ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. તમારા અટકેલા કામ ઝપાટાભેર પૂરા થશે. સિંગલ લોકો રિલેશનશીપમાં આવી શકે છે. તમારી હેલ્થ પર ધ્યાન આપો અને સ્ટ્રેસથી બચો. કરિયરમાં થોડા ઘણા ઉતાર ચડાવ આવે એ તો નોર્મલ છે. 

મૂળાંક 6
આ નવું વર્ષ મૂળાંક 6વાળા માટે શુભ સાબિત થઈ શકે છે. કરિયરમાં પ્રમોશનના યોગ છે. આર્થિક સ્થિતિ સ્ટેબલ રહેશે. મિત્રોનો ભરપૂર સાથ મળશે. લવ લાઈફમાં રોમાન્સ બની રહેશે. સેલ્ફ લવ પર ફોક્સ કરો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news