આ તારીખે જન્મેલા લોકો પર શનિદેવ વરસાવે છે વિશેષ કૃપા, ધનના ઢગલા થાય, જે ઈચ્છે તે કામ પાર પડે

અંકશાસ્ત્ર મુજબ કોઈ વ્યક્તિની જન્મતારીખની મદદથી તેના ગુણ અને વ્યવહાર અંગે અનેક વાતોનો અંદાજો લગાવી શકાય છે. જે રીતે દરેક નામ મુજબ રાશિ હોય છે તે જ રીતે દરેક નંબર મુજબ અંક જ્યોતિષમાં મૂળાંક હોય છે અને રાશિઓની જેમ દરેક મૂળાંકનો સંબંધ પણ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે.

આ તારીખે જન્મેલા લોકો પર શનિદેવ વરસાવે છે વિશેષ કૃપા, ધનના ઢગલા થાય, જે ઈચ્છે તે કામ પાર પડે

અંકશાસ્ત્ર મુજબ કોઈ વ્યક્તિની જન્મતારીખની મદદથી તેના ગુણ અને વ્યવહાર અંગે અનેક વાતોનો અંદાજો લગાવી શકાય છે. જે રીતે દરેક નામ મુજબ રાશિ હોય છે તે જ રીતે દરેક નંબર મુજબ અંક જ્યોતિષમાં મૂળાંક હોય છે અને રાશિઓની જેમ દરેક મૂળાંકનો સંબંધ પણ કોઈને કોઈ ગ્રહ સાથે હોય છે. કોઈ વ્યક્તિની જન્મતારીખના આંકડાને જોડો અને જે સંખ્યા આવે તે તમારો મૂળાંક બની જશે. જ્યારે તમે તમારી જન્મતારીખ, મહિનો અને વર્ષના આંકડાનો સરવાળો કરો અને જે સંખ્યા આવે તે ભાગ્યાંક બની જશે. જેમ કે 8, 17, 26 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 8 (8+17+26) હોય છે. અંક જ્યોતિષમાં મૂળાંક 8ને શનિનો અંક ગણવામાં આવે છે. આ મૂળાંકના લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે અને તેમના જીવનમાં એક સમય બાદ ખુબ સફળતા મળતી હોય છે. જાણો કયા મૂળાંકવાળા લોકો પર શનિદેવ રહે છે મહેરબાન...

જન્મતારીખ 8
મૂળાંક 8 વાળા લોકો ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. તેઓ પોતાની વાતો કોઈની પણ સાથે સરળતાથી શેર કરતા નથી. તેમને સમજવા ખુબ મુશ્કેલ હોય છે. તેઓ આકરી મહેનત અને લગન સાથે પોતાના લક્ષ્યાંકો હાંસલ કરી સફળતા મેળવતા હોય છે. પડકારોનો ડટીને સામનો કરે છે અને કોઈ કામ અધૂરા છોડતા નથી. પરંતુ અનેકવાર ભાવુકતાના કારણે તેમણે જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 

જન્મતારીખ 17
જે લોકોની જન્મતારીખ 17 હોય તેમનો પણ મૂળાંક 8 (7+1) હોય છે. જન્મતારીખ 17 હોય તેમના પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. અંકજ્યોતિષ મુજબ તેઓ મુસાફરી કરવાના શોખીન હોય છે. પોતાના વિચારોની સ્પષ્ટતા માટે જાણીતા છે. તેઓ પોતાના કાર્યોને ખુબ મહેનત અને લગનથી પૂરા કરે છે. પરંતુ તેમના કામ કરવાની સ્પીડ ખુબ વધુ હોય છે.

જન્મતારીખ 26
કોઈ પણ મહિનાની 26 તારીખે જન્મેલા લોકોનો પણ મૂળાંક (2+6) 8 હોય છે. 26 તારીખે જન્મેલા લોકોમાં ધૈર્ય ખુબ હોય છે. આર્થિક મામલે પણ ભાગ્ય તેમને ખુબ સાથ આપે છે. આવા લોકો આર્થિક નિર્ણયો ખુબ સમજદારીથી લે છે અને વ્યર્થની ચીજો પર પૈસા ખર્ચવાનું પસંદ કરતા નથી. નોકરી કારોબારમાં તેમને ધીરે ધીરે સફળતા મળે છે. પરંતુ તેમના દરેક કામ સફળ જરૂર થાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news