Grah Gochar Time: નવ ગ્રહોમાં આ ગ્રહ આપે છે સૌથી ઝડપી ફળ, જાણો એક રાશિમાં કયા ગ્રહો કેટલા દિવસ રહે છે

Kaun sa Grah kab Gochar karta hai : નવ ગ્રહોના ગોચરનો અર્થ થાય છે કે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં કેટલો સમય લે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રમા સૌથી ઓછા સમયમાં રાશિ પરિવર્તન કરે છે. તો શનિ સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. આવો જાણીએ કયો ગ્રહ ક્યારે ગોચર કરે છે.

Grah Gochar Time: નવ ગ્રહોમાં આ ગ્રહ આપે છે સૌથી ઝડપી ફળ, જાણો એક રાશિમાં કયા ગ્રહો કેટલા દિવસ રહે છે

નવી દિલ્હીઃ કોઈપણ વ્યક્તિના જીવન પર ગ્રહોના ગોચરનો વિશેષ પ્રભાવ પડે છે. આપણા નવ ગ્રહોમાંથી જ્યારે પણ કોઈ ગ્રહ કોઈ અન્ય રાશિમાં જાય છે તો આ પ્રક્રિયાને ગોચરના નામથી ઓળખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અલગ-અલગ ગ્રહ જ્યારે પણ કોઈ રાશિમાં ગોચર કરે છે તો તેનાથી મેષથી લઈને મીન સુધી દરેક 12 રાશિઓ પર પ્રભાવ પડે છે, પરંતુ ગ્રહ ગોચરના સમાચાર વાંચી લોકોના મનમાં સવાલ થાય છે કે કયો ગ્રહ ક્યારે ગોચર કરે છે કે પથી એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં કેટલો સમય લે છે. આવો જાણીએ નવગ્રહ એક રાશિથી બીજી રાશિમાં કેટલા દિવસમાં ગોચર કરે છે.

સૂર્યના ગોચરકાળનો સમય
સૂર્યને નવ ગ્રહોના રાજા કહેવામાં આવે છે. સૂર્યને પિતા ગ્રહ પણ માનવામાં આવે છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામીન ગ્રહ છે. સૂર્યનું માન-સન્માન, પદ-પ્રતિષ્ઠા અને નેતૃત્વ ક્ષમતા જેવી વિશેષતાઓનો કારક માનવામાં આવે છે. તો સૂર્ય ગોચરની વાત કરીએ તો સૂર્ય કોઈપણ રાશિમાં એક મહિના સુધી રહે છે અને એક મહિનાના અંતમાં પોતાની રાશિ બદલે છે. 

ચંદ્રમાનો ગોચરકાળ કેટલો સમય હોય છે
ચંદ્રમાને સ્ત્રી ગ્રહથી સંબંધિત માનવામાં આવે છે. ચંદ્રમા કર્ક રાશિના સ્વામી હોય છે. ચંદ્ર ગ્રહના મન, માતા, મનોબળ, ડાબી આંખ અને છાતીનો કારક ગ્રહ માનવામાં આવે છે. તો ચંદ્ર ગ્રહના ગોચરકાળની વાત કરીએ તો ચંદ્ર એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં સવા દિવસ એટલે કે 2.25 દિવસનો સમય લે છે. 

મંગળ કેટલા સમયમાં કરે છે ગોચર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહને ઉગ્ર અને પુરૂષોચિત ગુણોવાળો માનવામાં આવે છે. મંગળ ગ્રહ મેષ અને વૃશ્ચિક બે રાશિઓનો સ્વામી હોય છે. મંગળને નિડર અને સાહસ જેવી વિશેષતાઓને જોડીને જોવામાં આવે છે. મંગળ 45 દિવસ એટલે કે આશરે દોઢ મહિને પોતાની રાશિ બદલે છે. 

બુધ ગ્રહ કેટલા સમયમાં ગોચર કરે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધને બુદ્ધિ, વિવેક, તર્કશક્તિ અને ચતુરતાનો કારક ગ્રહ માનવામાં આવે છે. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. તો બુધના રાશિ પરિવર્તનની વાત કરીએ તો તે 21 દિવસના સમયગાળામાં પોતાની રાશિ બદલે છે. 

બૃહસ્પતિ ગ્રહ કેટલા સમયમાં ગોચર કરે છે
બૃહસ્પતિ ગ્રહને ગુરૂ પણ કહેવામાં આવે છે. ધન અને મીન રાશિનો સ્વામી ગુરૂ ગ્રહ હોય છે. તો ગુરૂને માંગલિક કાર્યો, જ્ઞાન, ધર્મ, દાન-પુણ્યનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. ગુરૂ ગોચરની વાત કરીએ તો તે એક વર્ષ એટલે કે 12 મહિનામાં એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. 

શુક્ર ગ્રહ કેટલા સમયમાં ગોચર કરે છે
​જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને ધન, સંપત્તિ, મોજશોખ અને સુખ-સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે. શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિ બંનેનો સ્વામી હોય છે. શુક્રનો ગોચર કાળ 26 દિવસનો હોય છે. શુક્ર 26 દિવસ એક રાશિમાં રહે છે. 

શનિ ગ્રહ કેટલા સમયે ગોચર કરે છે
જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને સૌથી ક્રોધી ગ્રહ માનવામાં આવે છે. શનિને કુંભ અને મકર બંને રાશિઓનો સ્વામી માનવામાં આવે છે. શનિને કર્મફળદાતા અને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. શનિ સૌથી ધીમી ગતિએ ચાલનારો ગ્રહ છે. શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં 2.5 વર્ષ સુધીનો સમય લે છે. 

રાહુ અને કેતુનો ગોચરકાળ
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને શુભ ગ્રહ માનવામાં આવતા નથી. રાહુ અને કેતુને શનિ ગ્રહના અનુચર જ માનવામાં આવે છે. બંને એક થઈને બે ગ્રહ માનવામાં આવે છે, તેનો અર્થ છે કે રાહુ માથું છે અને કેતુ ધડ છે. એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં રાહુ અને કેતુ 19 મહિના જેટલો સમય લે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news