New Year 2023:નવા વર્ષે આ વસ્તુઓને ઘરે લાવશો થશે છપ્પડ ફાડ ધન વર્ષા, માતા લક્ષ્મી રહેશે મહેરબાન

Vastu Tips For New Year 2023: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આગામી નવું વર્ષ તેના માટે ખુશીઓ લાવશે, લકી રહે. નવું વર્ષ તમામ માટે મંગલમય હોય, તેના માટે જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે. 

New Year 2023:નવા વર્ષે આ વસ્તુઓને ઘરે લાવશો થશે છપ્પડ ફાડ ધન વર્ષા, માતા લક્ષ્મી રહેશે મહેરબાન

Vastu Tips For New Year 2023: દરેક વ્યક્તિ ઇચ્છે છે કે આગામી નવું વર્ષ તેના માટે ખુશીઓ લાવશે, લકી રહે. નવું વર્ષ તમામ માટે મંગલમય હોય, તેના માટે જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે. વાસ્તુમાં જણાવવામાં આવ્યું છે કે નવા વર્ષે ઘરમાં કેટલીક વસ્તુઓ લાવવાથી માતા લક્ષ્મીની કૃપા આખુ વર્ષ બની રહે છે. આવો જાણીએ એવી કેટલીક વસ્તુઓ વિશે. 

નવા વર્ષે આ વસ્તુઓ ઘરે લાવો
વર્ષ 2022 પુરૂ થવાને આરે છે. લોકોમાં અત્યારથી નવા વર્ષને લઇને ઉત્સુકતા જોવા મળી રહી છે. નવા વર્ષે કરવામાં આવેલા નાના ઉપાય વ્યક્તિના જીવનમાં ખુશીઓની બહાર લાવી શકે છે. જો આ વર્ષ તમારા માટે તણાવ ભર્યું અથવા મુશ્કેલ રહ્યું છે. તો વાસ્તુના અનુસાર વર્ષની શરૂઆત કંઇક આ પ્રકારે કરવી જોઇએ. ઘરમાં કેટલીક વસ્તુઓને રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીનું વાતાવરણ રહે છે. આવો જાણીએ વર્ષની શરૂઆતમાં ઘરે કઇ વસ્તુઓ લાવવી શુભ ગણવામાં આવે છે. 

ઘરે લઇ આવો મોરપીંછ
घर ले आएं मोरपंख
જ્યોતિષ શાસ્ત્રમાં મોરપીંછનું વિશેષ મહત્વ છે. એવામાં નવા વર્ષે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરે મોરપીંછ લઇ આવો. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ  એકદમ પ્રિય છે. તેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે અને વ્યક્તિને ધન હાનિ થતી નથી. કહેવામાં આવે છે કે ઘરમાં મોરપીંછ રાખવાથી ઘરમાં અદભૂત અને ચમત્કારી પ્રભાવ જોવા મળે છે. એટલા માટે નવા વર્ષે 2023ની શરૂઆત થતાં પહેલાં જ મોરપીંછ લઇ આવો. તેનાથી વ્યક્તિની બંધ કિસ્મતના દરવાજા ખુલી જાય છે. 

ધાતુનો કાચબો
धातु का कछुआ
વાસ્તુમાં કાચબાના ઘણા ચમત્કારી ફાયદા વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર ધાતુના કાચબાને ઘરમાં રાખવો એકદમ શુભ ગણવામાં આવે છે. એટલા માટે 2023 ની શરૂઆત થતાં જ ઘરમાં ધાતુનો કાચબો લઇ આવો. તમને જણાવી દઇએ કે વાસ્તુમાં તેનાથી સુખ સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે કે ઘરમાં રાખવાથી ખરાબ શક્તિઓ પીછો છોડી દે છે અને ઘરમાં પોઝિટિવ એનર્જીનો વાસ થાય છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર પીતળ, કાંસા અને ચાંદીથી બનેલા કાચબાને ઘરે લાવી શકો છો. 

ધાતુથી બનેલો હાથી
धातु से बने हाथी
વાસ્તુ શાસ્ત્રના અનુસાર નવા વર્ષે ઘરે ધાતુથી બનેલા હાથીની મૂર્તિ ઘરે લાવી શકો છો. માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. સાથે જ બિઝનેસમાં વધારો થાય છે. તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એટલું જ નહી, આ વર્ષે ધાતુથી બનેલા નક્કર હાથીની ખરીદી પહેલાં જ કરો. અને નવા વર્ષને મંગલમય બનાવો. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news