અત્યંત ચમત્કારી અને તુરંત ફળ આપનાર છે તુલસીના આ ટોટકા, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

Tulsi Upay: વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરમાં તુલસીનો છોડ સકારાત્મક ઉર્જા વધારે છે. વાસ્તુ અનુસાર દરરોજ તુલસીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ તુલસી સંબંધિત કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક ઉપાય કરવાથી પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

અત્યંત ચમત્કારી અને તુરંત ફળ આપનાર છે તુલસીના આ ટોટકા, ખુલી જશે ભાગ્યના બંધ દરવાજા

Tulsi Upay: હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. જે ઘરમાં તુલસી હોય ત્યાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે. શાસ્ત્રો અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરમાં તુલસીનો છોડ સકારાત્મક ઉર્જા વધારે છે. વાસ્તુ અનુસાર દરરોજ તુલસીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ તુલસી સંબંધિત કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી એક ઉપાય કરવાથી પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

તુલસીના ચમત્કારી ઉપાય

આ પણ વાંચો : 

1. તુલસીના 11 પાન તોડી તેને ધોઈ લેવા. ત્યાર પછી સિંદૂરમાં સરસવનું તેલ મિક્સ કરી આ તુલસીના પાન ઉપર રામ નામ લખવું. ત્યાર પછી આ પાનની માળા બનાવી હનુમાનજીને અર્પણ કરવી. આમ કરવાથી મનની ઈચ્છા હનુમાનજી પૂરી કરે છે.

2. જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન હોય તો તુલસીના પાનને લાલ રંગના કપડામાં બાંધી પર્સ અથવા તો તિજોરીમાં રાખી દો. આમ કરવાથી ધનની આવક વધે છે અને પરિવાર સમૃદ્ધ થાય છે.

3. જો ઘરમાં કદાચ થતો હોય તો તુલસીના ચાર પાંચ પાન તોડી સાફ કરી લેવા. ત્યાર પછી પિત્તળ ના લોટા માં પાણી ભરી તેમાં આ તુલસીના પાન ઉમેરો. તેને મંદિરમાં થોડીવાર રાખો અને પછી ઘરના મુખ્ય દરવાજા અને અન્ય જગ્યાઓ પર આ પાણી છાંટો. 

4. જો તમે ઈચ્છો છો કે તમારો ભાગ્યોદય થાય તો તેના માટે લોટમાંથી એક દીવો બનાવવો. તેમાં ઘી પૂરી અને ચપટી હળદર ઉમેરી સાંજના સમયે તુલસી પાસે દીવો પ્રજવલિત કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news