Mangal Gochar 2023: 2 મહિના સુધી સાવધાન રહે આ રાશિવાળા! મંગળ જીવનમાં મચાવશે ઉથલપાથલ, જાણો બચવાના ઉપાય

Mars Transit 2023: જ્યોતિષશાસ્ત્ર મુજબ તમામ 9 ગ્રહો સમયાંતરે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. આ ગ્રહ ગોચર અને નક્ષત્ર પરિવર્તનની અસર તમામ રાશિવાળાઓના જીવન પર પડતી હોય છે. ગઈ કાલે 13મી માર્ચે મંગળ રાશિ પરિવર્તન કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને 10મી મે સુધી તે મિથુન રાશિમાં રહેશે.

Mangal Gochar 2023: 2 મહિના સુધી સાવધાન રહે આ રાશિવાળા! મંગળ જીવનમાં મચાવશે ઉથલપાથલ, જાણો બચવાના ઉપાય

Mars Transit 2023: જ્યોતિષશાસ્ત્ર મુજબ તમામ 9 ગ્રહો સમયાંતરે રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. આ ગ્રહ ગોચર અને નક્ષત્ર પરિવર્તનની અસર તમામ રાશિવાળાઓના જીવન પર પડતી હોય છે. ગઈ કાલે 13મી માર્ચે મંગળ રાશિ પરિવર્તન કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને 10મી મે સુધી તે મિથુન રાશિમાં રહેશે. સાહસ, પરાક્રમ, વિવાહ, જમીનના દાતા મંગળ ગ્રહ આગામી બે મહિના સુધી કેટલીક રાશિઓનું અમંગળ કરી શકે છે. આવામાં આ રાશિવાળાઓએ સાવધાની વર્તવાની જરૂર છે. 

2 મહિના સુધી સાવધ રહે આ રાશિવાળા

વૃષભ રાશિ
મંગળનું ગોચર વૃષભ રાશિવાળાઓના જીવનમં કૌટુંબિક કલેહ, તણાવ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લાવી શકે છે. કોઈને પૈસા ઉધાર આપવા નહીં. જીદ અને ગુસ્સાથી બચવું, તમારી યોજનાઓ કોઈને જણાવો નહીં. 

કર્ક રાશિ
મંગળ ગોચરના કારણે કર્ક રાશિવાળાઓના ખર્ચા અને કામનો બોજો વધશે. કારણ વગરની ભાગદોડ થશે. મહેનતનું પૂરું ફળ મળશે નહીં, ધૈર્યથી સમય પસાર કરો એ જ તમારા માટે સારું રહેશે. 

વૃશ્ચિક રાશિ
મંગળ ગોચર જીવનમાં અનેક ઉતાર ચડાવ લાવશે. વર્કપ્લેસ પર કોઈ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. પરિવારમાં અલગાવની સ્થિતિ પેદા ન થવા દો. કોઈની સાથે વિવાદ ન થાય તેવું ધ્યાન રાખો. 

મીન રાશિ
મંગળ ગોચર તમને અણધાર્યું પરિણામ આપી શકે છે. મુસાફરી દરમિયાન તમારા સામાનને લઈને સતર્ક રહો. કૌટુંબિક તણાવ થઈ શકે છે. લોકો તમને નીચું દેખાડવાની કોશિશ કરી શકે છે. 

મંગળ ગ્રહ શાંત કરવાના ઉપાય

- મંગળ ગ્રહના અશુભ પ્રભાવથી બચવા માટે દરેક મંગળવારે હનુમાનજીની પૂજા કરો. બની શકે તો વ્રત કરો. મંગળવારની સવારે હનુમાન ચાલિસાનો પાઠ કરો. રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો તો સારું રહેશે. 

- મંગળવારે હનુમાનજીને લાલ રંગનું વસ્ત્ર અને સિંદૂર ચડાવો. આ સાથે જ સુંદરકાંડનો પાઠ કરો. 

- દરેક મંગળવારે ઓછામાં ઓછા 108 વાર 'ॐ क्रां क्रीं क्रौं स: भौमाय नम:' મંત્રનો જાપ કરો. હનુમાનજીનો બીજ મંત્ર 'ॐ हनुमते नम:'  નો 108 વાર જાપ કરશો તો તે પણ તમને મંગળના અશુભ પ્રભાવથી બચાવશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news