દિવાળી બાદ બનશે અત્યંત શુભ રાજયોગ, આ 3 રાશિવાળાને અકલ્પનીય આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે

Mangal Gochar: દિવાળી બાદ અનેક ગ્રહ ગોચર કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરી રહ્યા છે. જેમાં ગ્રહોના સેનાપતિ મંગળ પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે મંગળ 16 નવેમ્બરના રોજ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેનાથી રુચક રાજયોગનું નિર્માણ થવાનું છે. 

દિવાળી બાદ બનશે અત્યંત શુભ રાજયોગ, આ 3 રાશિવાળાને અકલ્પનીય આકસ્મિક ધનલાભથી તિજોરીઓ છલકાશે

દિવાળી બાદ અનેક ગ્રહ ગોચર કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરી રહ્યા છે. જેમાં ગ્રહોના સેનાપતિ મંગળ પણ સામેલ છે. અત્રે જણાવવાનું કે મંગળ 16 નવેમ્બરના રોજ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેનાથી રુચક રાજયોગનું નિર્માણ થવાનું છે. જ્યોતિષમાં આ રાજયોગને ખુબ જ શુભ માનવામાં આવ્યો છે. આથી આ રાજયોગના નિર્માણથી કેટલીક રાશિવાળાને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. આવો જાણીએ કે આ લકી રાશિઓ કોણ છે...

તુલા રાશિ
તુલા રાશિવાળા માટે રુચક મહાપુરુષ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિમાંથી ધનભાવ પર ભ્રમણ કરવા જઈ રહ્યો છે. આથી આ સમયે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આ સાથે જ તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થશે. સુખના સાધનોમાં વધારો થશે અને તમારા પદ તથા પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થશે. તમને આર્થિક મોરચે ભારે લાભ થશે. મંગળ ગ્રહ તમારી રાશિથી સપ્તમ ભાવનો સ્વામી છે. આથી તમારું વૈવાહિક જીવન ખુબ સુખમય રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે. પાર્ટનરશીપના કામોમાં લાભ થઈ શકે છે. 

મકર રાશિ
રુચક મહાપુરુષ રાજયોગ મકર રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ દેવ તમારી ગોચર કુંડળીના આવક ભાવમાં ભ્રમણ કરવા જઈ રહ્યા છે. આથી આ સમયે તમારી આવકમાં વધારો થશે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત પણ બનશે. આ સમયે તમને જૂના રોકાણોથી લાભ થતો જોવા મળી રહ્યો છે. પૈતૃક સંપત્તિના મામલે લાભ થશે અને કરિયરમાં આ સમયે તમને સોનેરી તકો મળી શકે છે. કોઈને આપેલું ઉધાર પાછું મળી શકે છે. આ ઉપરાંત જો તમારો વેપાર એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ સાથે જોડાયેલો હોય તો તમને સારો ધનલાભ થઈ શકે છે. 

સિંહ રાશિ
તમારા માટે રુચક મહાપુરુષ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી ચતુર્થ ભાવમાં બનવા જઈ રહ્યો છે. આથી આ સમય તમે વાહન અને પ્રોપર્ટી ખરીદવાનું મન બનાવી શકો છો. આ સાથે જ તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. કરિયર અને કારોબારમાં તમને સારા પ્રસ્તાવો મળી શકે છે. તમારા સ્વાસ્થ્યમાં સુધાર થશે. આ સાથે જ મંગળ ગ્રહ તમરી રાશિથી નવમ ભાવના સ્વામી છે. આથી આ સમયે તમને  ભાગ્યનો સાથ મળશે. યોજનાઓ સફળ થશે. આ સમય દરમિયાન તમને મુસાફરી લાભકારી સાબિત થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news