Angarak Yog 2024: મંગળ અને રાહુની યુતિથી સર્જાશે મહાભયંકર અંગારક યોગ, 31 મે 2024 સુધી સંભાળીને રહે આ 3 રાશિના લોકો
Angarak Yog 2024: મંગળ અને રાહુની યુતિથી મહાભયંકર અંગારક યોગ સર્જાય છે. આ યોગની અસર વ્યક્તિના સ્વભાવ પર સૌથી વધુ જોવા મળે છે. જે રાશિ પર આ યોગની અસર થાય તે વ્યક્તિના સ્વભાવમાં ક્રોધ વધી જાય છે. તેમને જીવનમાં દુર્ઘટનાઓ અને શત્રુઓનો સામનો કરવો પડે છે.
Trending Photos
Angarak Yog 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે અને તેની અન્ય ગ્રહ સાથે યુતિ સર્જાય છે તો તેના કારણે કેટલાક શુભ અને અશુભ યોગનું નિર્માણ પણ થાય છે. આવા જ યોગમાંથી એક અંગારક યોગ પણ છે. આ યોગ મંગળ અને રાહુની યુતિ સર્જાય ત્યારે બને છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર અંગારક યોગ ખૂબ જ અશુભ યોગ છે. આ યોગના બનવાથી વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓ અને પડકારોનો સામનો કરવો પડે છે.
મંગળ અને રાહુને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જ્યારે આ બંનેની યુતિ સર્જાય છે તો મહાભયંકર અંગારક યોગ સર્જાય છે. આ યોગની અસર વ્યક્તિના સ્વભાવ પર સૌથી વધુ જોવા મળે છે. જે રાશિ પર આ યોગની અસર થાય તે વ્યક્તિના સ્વભાવમાં ક્રોધ વધી જાય છે. તેમને જીવનમાં દુર્ઘટનાઓ અને શત્રુઓનો સામનો કરવો પડે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર હાલ રાહુ મીન રાશિમાં બિરાજમાન છે અને વર્ષ 2024 દરમિયાન આ રાશિમાં જ રહેશે. તેવામાં 23 એપ્રિલ 2024 ના રોજ ગ્રહોના સેનાપતિ મંગળ પર મીન રાશિમાં પ્રવેશ કરશે. મંગળ આ રાશિમાં 31 મે 2024 સુધી રહેશે અને ત્યાં સુધી અંગારક યોગ પણ સર્જાશે. આ યોગનો પ્રભાવ કેટલીક રાશિના લોકોને ભારે કષ્ટ આપશે.
મેષ રાશિ
અંગારક યોગ આ રાશિના લોકોને કારણ વિના ખર્ચ કરાવશે. સાથે જ મનમાં વિચારોમાં પણ ઉતાર ચડાવ જોવા મળશે. સ્વાસ્થ્ય કે પારિવારિક કારણોસર પરેશાની રહેશે. સંપત્તિ કે જમીન સંબંધિત બાબતોમાં પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નાનામાં નાના કામ માટે પણ વધારે મહેનત કરવી પડશે. દરેક કાર્યમાં સમસ્યા આવી શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ સજાગ રહેવાની જરૂર છે.
કન્યા રાશિ
આ રાશિના લોકોએ પણ અંગારક યોગથી સતર્ક રહેવાની જરૂર છે. કારણ કે આ સમય દરમિયાન તેમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કોઈને કોઈ કારણસર જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થતી રહેશે. આ સમય દરમિયાન અહંકાર વધી શકે છે અને સંબંધોમાં પણ ખટાશ આવી શકે છે. આ સમય દરમિયાન જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ થઈ શકે છે.
ધન રાશિ
આ રાશિના લોકોની સુખ સુવિધામાં રાહુ ઘટાડો કરશે સાથે જ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પણ ઉત્પન્ન થઈ શકે છે. 31 મે 2024 સુધી માનસિક ચિંતા પણ વધારે રહેશે. સ્વાસ્થ્યને લઈને જરા પણ બેદરકારી ન દાખવવી. પારિવારિક જીવનમાં વાદવિવાદ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે તેથી અન્યના કામમાં હસ્તક્ષેપ ન કરવો. વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખવી.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે