આ વખતે ક્યારે છે મકરસંક્રાંતિ, 14 કે 15 જાન્યુઆરી? મકરનો સૂર્ય કોના માટે શુભ કોના માટે અશુભ?

Makar Sankranti: આ વર્ષે મકરસંક્રાંતિ રવિવારે છે. રવિવારના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે છે અને મકરસંક્રાંતિના દિવસે પણ સૂર્યની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે મકરસંક્રાંતિની સાથે સૂર્ય પૂજાનો દિવસ પણ શુભ છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વધુ ફળની પ્રાપ્તી થશે. 

આ વખતે ક્યારે છે મકરસંક્રાંતિ, 14 કે 15 જાન્યુઆરી? મકરનો સૂર્ય કોના માટે શુભ કોના માટે અશુભ?

Makar Sankranti: રાશી પ્રમાણે કેવા દાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ અંગે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યની મકર સંક્રાંતિ પ્રવેશ ક્ષણ 14 જાન્યુઆરી શનિવારે રાત્રે 8.14 વાગ્યે છે. પરંતુ રાત્રે સ્નાન અને દાન નથી કરવામાં આવતુ. આ માટે ઉદયતિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે, તે સમયે મકરસંક્રાંતિ સ્નાન અને દાન કરવુ જોઈએ .માટે  આ વર્ષે 14 જાન્યુઆરી શનિવાર  ને બદલે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે.

મકરસંક્રાંતિનો  પુણ્ય કાળ શુભ સમય-
15 જાન્યુઆરીએ સવારે 7:15 થી લઈને સાંજે  5:46 વાગ્યા સુધીનો મકર સંક્રાંતિનો પુણ્યકાળ રહેશે અને તેનો મહા પુણ્યકાળ સવારે 7:15 થી 9:00 સુધીનો છે.

મકરસંક્રાંતિ પર રવિવારનો સંયોગ-
આ વર્ષે મકરસંક્રાંતિ રવિવારે છે. રવિવારના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે છે અને મકરસંક્રાંતિના દિવસે પણ સૂર્યની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે મકરસંક્રાંતિની સાથે સૂર્ય પૂજાનો દિવસ પણ શુભ છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વધુ ફળની પ્રાપ્તી થશે. 

મકરસંક્રાંતિ પર સૂર્ય થશે ઉત્તરાયણ-
મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી કમુરતા સમાપ્ત થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત થશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે. ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધે છે. શિયાળો ઓછો થવા લાગે છે અને તાપમાન વધવા લાગે 

શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ ના સમયે કરેલ પવિત્ર નદીઓમાં સ્નાન થી સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ  પૂજન થી તથા દાન-પુણ્યથી અનેક પ્રકારના રોગો અને ઋણમાંથી મુક્તિ મળે છે તેમજ ભગવાન સૂર્યનારાયણ ની કૃપાથી આત્મ બળ ની સાથે  શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે . સમાજમાં યસ પ્રતિષ્ઠા સુખ સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે માટે જ મકરસંક્રાંતિ નો આટલો વિશેષ મહિમા છે 

તલના તેલની માલિશ કરી સૂર્ય સ્નાન કરવાથી શરીરના રોગોને નષ્ટ પામે છે-
આ દિવસે તલ કે તલના તેલને સૂર્ય પ્રકાશમાં તપાવી આ તેલના ઉપયોગથી કે તેની માલિશથી શરીરના વાત રોગો નષ્ટ થાય છે
સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર જાપ કે સૂર્ય મંત્ર જાપ કરવાથી  કરવાથી સિદ્ધિ સફળતા અને પુણ્યની પ્રાપ્તિ થાય છે

બારે રાશિનાં જાતકો ને  રાશિ અનુસાર દાન કરવા નો મહિમા છે-

મેષઃ તલ ઘઉં અને વસ્ત્રો નું દાન
વૃષભ: મસૂર દાળ અને ગોળ નું દાન અને ગાયો ને ઘાસ નું દાન
મિથુન: મગ અને ગોળ એને પૈસા નું દાન
કર્ક: ગાયો ને ઘાસ  ચોખા કે દહીં નું દાન
સિંહ: ઘઉં અને તલ,કે ગોળ નું દાન
કન્યા: મગ ગોળ કે ફળ નું દાં
તુલા : ચોખા દહી કે પૈસા નું દાન 
વૃશ્ચિકઃ તલ લાડુ મસૂર દાળ કે તાંબા પાત્ર નું દાન
ધન: ચણા દાળ ચણા કે કઠોળ નુ દાન
મકર: જુના વસ્ત્રો તલ કે તલના તેલ નું દાન 
કુંભઃ તલ તલ ચીકી લોખંડ ના વાસણો કે ગરમ કપડાં નું દાન
મીન: ચણા કઠોળ કે રેશમી વસ્ત્ર કે પૈસા નું દાન 

જ્યોતિષી ચેતન પટેલ જણાવે છેકે, આમ આ પ્રકારે  આ દિવસે બ્રાહ્મણોને ગરીબો ને ઘઉં કઠોળ અનાજનું દાન વસ્ત્રો રેશમી વસ્ત્રો કે કપડા નું દાન  ગાયોને ઘાસચારો ચકલાને ચણ કૂતરાને રોટલી નું દાન કરવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેના ફળ સ્વરૂપે રોગ અને ઋણમાંથી મુક્તિ મળે છે. મકર સંક્રાંતિનો આ મહિનો બારે રાશિને  શુભાશુભ અસરો કરશે.

મેષ રાશિ : સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અને  મુસાફરી અંગે આનંદકારક રહેશે સમાજમાં ઘણું મૂલ્ય પણ મલશે  માન પ્રાપ્ત થાય.

વૃષભ રાશિ  :   જીવનમાં મુશ્કેલીઓ આવી શકે  વિવાદ વધી શકે  સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું જોઈએ.

મિથુન રાશિ  :  લાંબા પ્રવાસથી વિશેષ લાભ મળશે  ધન યોગ બની શકે છે   

કર્ક રાશિ  : કાર્ય ની કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે સફળતા માટે પ્રયાસ વધુ કરવા પડે  સમય  સામાન્ય રહેશે.

સિંહ રાશિ  :  સફળતામાં મોટો ફરક પડશે  છે ખર્ચમાં વધારો અને  આંખને લગતી સમસ્યાઓથી વધારે મોટો ફાયદો થશે નહીં.

કન્યા રાશિ :  નોકરી વ્યવસાય માં લાભ સંતાનો ના પ્રશ્નો હલ થશે
કર્યો માં મિત્ર લાભ મળે લોકોનો સાથ મળે 

તુલા રાશિ : મહેનત મુજબ ફળ મળશે  સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ  સમસ્યા થી બચવું  વ્યવસાયિક અડચણ આવી શકે 

વૃશ્ચિક રાશિ :  ભાગ્ય ની તક મળે કર્યો સફળ થાય સાહસ કરવા થી લાભ મળે નોકરી વ્યવસાય માં પ્રગતિ રહે 

ધન રાશિ :  ચિંતા ઓછી થાય  સ્વાસ્થ્ય સારું રહેશે આર્થિક સહાય મળે યાત્રા પ્રવાસ શુભ નથી

મકર રાશિ : આ સમય માં લગ્ન જીવનમાં ખુશી આવે તબિયત સારી થાય કાર્ય રુકાવટ દૂર થાય 

કુંભ રાશિ છે : વિદેશ યાત્રા કરવાની તક મળી શકે છે નોકરી વ્યવસાય માં લાભ થાય રોકાયેલા કાર્યો થાય

મીન રાશિ  :  સમય ખૂબ ફાયદાકારક રહેશે  વેપાર ધંધા નોકરી માટે લાભ પ્રદ રહે લગ્ન જીવન સુમેળ રહે આર્થિક રીતે સમય શુભ રહે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news