Mahashivratri 2024: વૈવાહિક જીવનમાં છે સમસ્યાઓ ? તો મહાશિવરાત્રીના દિવસે વ્રત કરવાની સાથે કરી લેજો આ ઉપાય

Mahashivratri 2024: લાખ પ્રયત્ન કરવા છતાં પણ વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થતી ન હોય તો મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ જરૂરથી કરવો. સાથે જ એક ઉપાય કરી લેવાથી દાંપત્યજીવનની સમસ્યાઓ દૂર થઈ જશે.

Mahashivratri 2024: વૈવાહિક જીવનમાં છે સમસ્યાઓ ? તો મહાશિવરાત્રીના દિવસે વ્રત કરવાની સાથે કરી લેજો આ ઉપાય

Mahashivratri 2024: ઘણા લોકોના દાંપત્યજીવનમાં સુખ-શાંતિને બદલે લડાઈ ઝઘડા વધારે જોવા મળે છે. નાની નાની વાતમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ જાય છે. તેના કારણે ઘરની સુખ શાંતિ પણ છીનવાઈ જાય છે. લાખ પ્રયત્ન કરવા છતાં પણ વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થતી ન હોય તો મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ જરૂરથી કરવો. સાથે જ એક ઉપાય કરી લેવાથી દાંપત્યજીવનની સમસ્યાઓ દૂર થઈ જશે. જે લોકોના લગ્નમાં બાધા આવી રહી હોય તેઓ પણ આ ઉપાય કરી શકે છે.

દરેક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને શિવરાત્રી કહેવામાં આવે છે પરંતુ મહા માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ શિવરાત્રી બધી જ શિવરાત્રીમાં સૌથી મોટી અને સૌથી મહત્વની હોય છે. મહાશિવરાત્રીના દિવસે દેશભરમાં શિવજીની પૂજા કરવામાં આવે છે. 

મહાશિવરાત્રી માટે સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરવું જોઈએ. સાથે જ રાત્રે શિવજીની પૂજા અને આરતી પણ કરવી જોઈએ. મહાશિવરાત્રીના દિવસે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરવાના પાણીમાં કાળા તલ ઉમેરી સ્નાન કરવું. આ દિવસે વ્રત પણ રાખવું. આમ કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દુર થાય છે.

આ દિવસે શિવ મંદિરમાં જઈને શિવજીને ધતુરો, ભાંગ, બિલિપત્ર, ગંગાજળ, દૂધ વગેરે અર્પણ કરવા જોઈએ. મહાશિવરાત્રીના દિવસે ચાર પ્રહરની પૂજા કરવી જોઈએ. ચાર પ્રહરની પૂજા કર્યા પછી શિવરાત્રીના વ્રતની કથા સાંભળી વ્રતનું પારણું કરવું જોઈએ.  જો આ રીતે તમે પણ મહાશિવરાત્રીની ઉજવણી કરશો તો તમારા જીવનમાં આવેલી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news