Budhwar Vrat Niyam: 7 બુધવારનું ગણપતિ દાદાનું વ્રત કરવાથી દરેક ઈચ્છા થાય છે પુરી, જાણો વ્રતની વિધિ

Budhwar Vrat Niyam: બુધવારના દિવસે સાચા મન અને શ્રદ્ધાથી ગણેશજીની ઉપાસના કરવાથી ભક્તોના જીવનના કષ્ટ અને દુઃખ દૂર થાય છે. તેમાં પણ જો તમે 7, 11 કે 21 બુધવારનું ગણપતિજીનું વ્રત કરો છો તો મનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂરી થઈ શકે છે. જો તમારી પણ કોઈ મનોકામના અધુરી છે તો તમે પણ બુધવારનું વ્રત કરી શકો છો.

Budhwar Vrat Niyam: 7 બુધવારનું ગણપતિ દાદાનું વ્રત કરવાથી દરેક ઈચ્છા થાય છે પુરી, જાણો વ્રતની વિધિ

Budhwar Vrat Niyam: સનાતન ધર્મમાં ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવનું સ્થાન આપવામાં આવ્યું છે. કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશજીની પૂજા કર્યા પછી જે પણ કામ કરવામાં આવે તેમાં સફળતા મળે છે. બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત દિવસ માનવામાં આવે છે. 

બુધવારના દિવસે સાચા મન અને શ્રદ્ધાથી ગણેશજીની ઉપાસના કરવાથી ભક્તોના જીવનના કષ્ટ અને દુઃખ દૂર થાય છે. તેમાં પણ જો તમે 7, 11 કે 21 બુધવારનું ગણપતિજીનું વ્રત કરો છો તો મનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂરી થઈ શકે છે. જો તમારી પણ કોઈ મનોકામના અધુરી છે તો તમે પણ બુધવારનું વ્રત કરી શકો છો. તો ચાલો તમને જણાવી દઈએ બુધવારનું વ્રત શરૂ ક્યારથી કરવું અને તેના નિયમો વિશે. 

બુધવારનું વ્રત કરવાના નિયમ

ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા અને મનોકામના પૂર્તિ માટે બુધવારનું વ્રત કોઈપણ માસના શુક્લ પક્ષના બુધવારથી શરૂ કરી શકાય છે. બુધવારનું વ્રત 7, 11 કે 21 બુધવાર સુધી કરવાનું હોય છે. વ્રતના પહેલા દિવસે કેટલા બુધવાર કરવા છે તેનો સંકલ્પ લેવો જરૂરી છે. ત્યાર પછી સંકલ્પ અનુસાર બુધવાર પૂર્ણ કર્યા પછી વ્રતની ઉજવણી કરવાની હોય છે. 

બુધવારનું વ્રત કરવાની વિધિ

બુધવારનું વ્રત સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે. વ્રત શરૂ કરવાનું હોય તે દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને ગણપતિજીને નમસ્કાર કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો. ત્યાર પછી ઘરના ઈશાન ખૂણામાં ગંગાજળ છાંટી અને ત્યાં પૂજા કરવા માટે બાજોઠની સ્થાપના કરો. બાજોટ પર લીલા રંગનું વસ્ત્ર પાથરીને ગણેશજીની સ્થાપના કરો. ત્યારબાદ તેમની સામે દીવો કરી પંચામૃત અર્પણ કરો. 

ત્યાર પછી ગણેશજીની પૂજા કંકુ, ચોખા, સિંદૂર, અબીલ-ગુલાલથી કરો. બુધવારના વ્રતની પૂજામાં ગણેશજીને 11 દૂર્વાની ગાંઠ અર્પણ કરો અને તેમને પ્રસાદમાં મોદક અથવા તો લાડુ અર્પણ કરો. પૂજા કર્યા પછી બુધવારના વ્રતની કથા વાંચો અને ગણેશજીની આરતી ઉતારો.  સાંજના સમયે પણ ગણેશજીની પૂજા કરવી અને પછી સાત્વિક ભોજન કરવું.

વ્રતના નિયમો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો બુધવારના દિવસે વ્રત રાખેલું છે તો આ દિવસે મીઠાવાળું ભોજન ન કરો. સાથે જ આ દિવસે દીકરીઓનું અપમાન પણ ન કરવું. બુધવારના વ્રતમાં એક સમય જ ભોજન કરવું. એક સમયે જે ભોજન કરો તેમાં દહીં, મગ અથવા તો મગની દાળનો સમાવેશ કરો. આ સિવાય દિવસ દરમિયાન દૂધ અને ફળ લઈ શકાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news